________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧૨ : આત્મભાવના
દેહ અને આત્માની ભિન્નતા જાણતાં શું થયું?
અજ્ઞાનદશામાં તો દેહને જ આત્મા માનીને ભ્રમથી વ્યર્થ ચેષ્ટાઓ કરી; પણ હવે દેહથી ભિન્ન ચૈતન્યમૂર્તિ આત્માનું ભાન થતાં જ્ઞાનીની ચેષ્ટા કેવી થઈ જાય છે તે બતાવે છે
यथाऽसौ चेष्टते स्थाणौ निवृत्ते पुरुषाग्रहे। तथा चेष्टोऽस्मि देहादौ विनिवृत्तात्मविभ्रमः।। २२।।
જ્ઞાની વિચારે છે કે, જેમ ઝાડના ટૂંઠાને પુરુષ માનીને વ્યર્થ ચેષ્ટા કરનાર તે મનુષ્યને જ્યારે ખબર પડે કે અરે, આ તો પુરુષ નથી પણ ઝાડનું ઠૂંઠું છે,–ત્યારે તેની સાથે ઉપકાર-વાતચીત વગેરેની ચેષ્ટા છોડી દે છે; તેમ મેં અજ્ઞાનદશામાં તો દેહને જ આત્મા માનીને વ્યર્થ ચેષ્ટાઓ કરી, ને હું દુઃખી થયો, પણ હવે મને ભાન થયું કે અરે, આ દેહ તો જડ છે, તે મારો ઉપકારી કે અપકારી નથી, તે મારાથી ભિન્ન છે; હું તો અરૂપી ચિદાનંદ આત્મા છું.-આવું ભાન થતાં શરીરની ચેષ્ટાઓ પ્રત્યે હવે મને ઉદાસીનતા થઈ ગઈ છે, અર્થાત શરીરની ચેષ્ટા મારી છે–એમ હવે મને જરા પણ ભાસતું નથી, શરીરની ચેષ્ટાવડે મારું કાંઈ સુધરે કે બગડે-એવી ભ્રમણા હવે છૂટી ગઈ છે. મારી ચેષ્ટા તો જ્ઞાનચેતનામય છે.
આ દેહાદિથી જુદો, જ્ઞાનાનંદસ્વરૂપ જ હું છું.-એવું જ્યાં સ્વસંવેદનથી સમ્યક ભાન થયું ત્યાં ધર્માત્મા જાણે છે કે અરે ! અત્યારસુધી તો પત્થરમાં પુરુષની ભ્રાંતિની માફક આ અચેતન શરીરને જ મેં આત્મા માન્યો ને તેની સાથે વ્યર્થ ચેષ્ટાઓ કરી. જેમ અંધારાને લીધે કોઈ પુરુષ પત્થરને કે ઝાડના ટૂંઠને પુરુષ માનીને તેને બોલાવે, તેના ઉપર પ્રેમ કરે, તેની સાથે લડે, લડતાંલડતાં તે પોતાના ઉપર પડે ત્યાં એમ માને કે
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com