________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મભાવના : ૧૦૭
ક્રોધાદિસ્વરૂપ કદી થઈ જતો નથી. ક્ષણિક પર્યાયમાં ક્રોધાદિ છે પણ તે પર્યાય જેટલો જ આત્મા સમકિતી માનતો નથી, તે ક્રોધાદિને પોતાના સ્વરૂપથી બાહ્ય જાણે છે, ને જ્ઞાનઆનંદમય સ્વભાવને જ તે પોતાના અંતરસ્વરૂપે ગ્રહણ કરે છે. શ્રદ્ધાજ્ઞાનમાં જે ચિદાનંદસ્વભાવને ગ્રહણ કર્યો તેને ધર્મી કદી છોડતા નથી, અને ક્રોધાદિને પોતાના સ્વરૂપમાં એકમેક માનીને કદી ગ્રહણ કરતા નથી, તેને પોતાના સ્વરૂપથી જુદા જ જાણે છે. આ રીતે સ્વસંવેદનમાં ઉપયોગસ્વરૂપ આત્માને ક્રોધાદિથી જાદો અનુભવવો તે પરમાત્મા થવાનો ઉપાય છે.
મારો આત્મા ઉપયોગસ્વરૂપ છે તે ઉપયોગમાં જ છે, ને ક્રોધાદિમાં નથી; તથા ક્રોધાદિભાવો મારા ઉપયોગમાં નથી; આવું ભેદજ્ઞાન જ્યારે થાય છે ત્યારે તે અંતરાત્મા ક્રોધાદિ પરભાવોમાં એકતાપણે કદી પરિણમતો જ નથી, ક્રોધાદિને આત્માના સ્વરૂપપણે ગ્રહતો નથી, અને ‘હું તો જ્ઞાયક છું’-એમ શ્રદ્ધા જ્ઞાનમાં ગ્રહણ કર્યું છે તેને કદી છોડતો નથી, પોતાના આત્માને જ્ઞાયકસ્વરૂપે જ સ્વીકારે છે.
ધર્મી પ્રમોદથી નિઃશંકપણે એમ જાણે છે કે અહો! હું તો જ્ઞાનઆનંદસ્વરૂપ જ રહ્યો છું, રાગાદિને મેં મારા સ્વરૂપમાં કદી ગ્રહ્યા જ નથી, મારો સ્વભાવ કદી રાગાદિરૂપ થઈ ગયો નથી. જ્ઞાનના સ્વાદને અને રાગના સ્વાદને ધર્મી જુદો જુદો જાણે છે. શુદ્ધ જ્ઞાયકસ્વરૂપમાં રાગાદિ પરભાવોને કદી એકપણે તે સ્વીકારતો નથી. શરીરને ગ્રહે કે છોડે, કર્મોને ગ્રહે કે છોડે, રાગાદિને ગ્રહે કે છોડેએવો આત્માનો સ્વભાવ નથી, આત્માનો સ્વભાવ તો સ્વસંવેદનથી ગ્રાહ્ય એવો જ્ઞાનાનંદરૂપ જ છે. શરીરાદિને હું છોડું-એમ માનનારે તે શરીરાદિને પોતામાં ગ્રહેલા માન્યા છે,-તે વિભ્રમ છે. એ જ પ્રમાણે બહારના આશ્રયેઇન્દ્રિયો વગેરેથી જ્ઞાનનું ગ્રહણ થાય એમ જે માને છે તેણે પોતાના
Please inform us of any errors on rajesh@AtmaDharma.com