________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મભાવના : ૧૦૧ એક વાર દઢ નિર્ણયથી પોતાના વેદનમાં જ એમ ભાસવું જોઈએ કે અરે ! બાહ્ય વલણમાં કયાંય કોઈ પણ વિષયમાં રંચમાત્ર સુખ મને વેદાતું નથી, બાહ્ય વલણમાં તો એકલી આકુળતા છે, ને અંતર તરફના વલણમાં જ શાંતિ અને અનાકુળતા છે; માટે મારે મારા સ્વભાવમાં જ અંતર્મુખ થવા જેવું છે.-આવા નિર્ણયના જોરે અંતર્મુખ થતાં વિકલ્પ તૂટીને અતીન્દ્રિય આનંદનો અનુભવ થાય છે.
સમાધિ કેમ થાય એટલે આત્માને શાંતિ કેમ થાય ? તેની આ વાત છે. બહિર્મુખપણું છોડીને એકદમ અંતર્મુખ થવાની આ વાત છે. ઇન્દ્રિયજ્ઞાનનો વેપાર બાહ્યમાં છે ને તેનાથી તો જડ શરીર દેખાય છે, તે જડમાં તો કાંઈ સમજવાની તાકાત નથી, તો તેની સાથે હું શું વાત કરું? અને સામાનો અતીન્દ્રિય આત્મા તો કાંઈ ઇન્દ્રિયજ્ઞાનથી દેખાતો નથી; માટે પરને સમજાવવાની કે પર સાથે વાત કરવાની બાહ્યવૃત્તિ છોડીને પોતાના આત્માને લક્ષમાં લઈને ઠરવાનું છે-એમ જ્ઞાની ભાવના ભાવે છે.
અહો ! આ મારો આત્મા તો જ્ઞાન જ છે; તેને જ્ઞાનસ્વભાવથી બહાર લક્ષ જઈને જે કોઈ શુભ-અશુભ વિકલ્પ ઊઠે તે વિકલ્પ નિરર્થક છે. આત્મા તો ઇન્દ્રિયથી ગ્રાહ્ય નથી, ઈન્દ્રિયથી તો શરીર દેખાય છે, તે શરીર તો અચેતન-જડ છે, તેનામાં એવી તાકાત નથી કે મારા ભાવને જાણી શકે. મારા ભાવને જાણનારો જે આત્મા છે તે તો ઈન્દ્રિયદ્વારા ગ્રાહ્ય થતો નથી; માટે ઇન્દ્રિય તરફનો ઝુકાવ છોડીને હું તો સ્વસમ્મુખ એકાગ્ર રહું છું. આ મારા આત્મા સિવાય બીજાં જે કાંઈ છે તે બધુંય મારાથી બાહ્ય છે. જ્યારે ઇન્દ્રિયો વડે બાહ્ય વેપાર થાય છે ત્યારે જીવ તો તેનાથી દેખાતો નથી, ને જડ દેખાય છે તે તો કાંઈ સમજતું નથી, તો હું કોની સાથે જ્ઞાનને જોડું? કોની સાથે બોલું? કોને સમજાવું? જુઓ, આ ભેદજ્ઞાન! આવું જ્ઞાન કરે ત્યાં પર
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com