________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મભાવના : ૯૭ સંવેદનથી પ્રકાશે છે-આ જ આત્માને જાણવાની રીત છે, આનું નામ જ યોગ છે. આ સિવાય મન, વચન કે કાયાના જડ યોગથી આત્માને જાણવા માંગે તો તે મૂઢ છે, તેણે ચૈતન્ય સાથે જોડાણ નથી કર્યું પણ જડ સાથે જોડાણ કર્યું છે, તે જ્ઞાનસ્વરૂપમાં સાવધાન નથી તેથી તેને સમાધિ નથી. જ્ઞાનસ્વરૂપમાં સાવધાની તે જ સમાધિ છે. અને એવી સાવધાની ઉપયોગને આત્મામાં જોડવારૂપ યોગ વડે જ થાય છે.
ભાઈ, એકવાર સત્યનો નિર્ણય કરીને હા તો પાડ. મારા જ્ઞાનસ્વરૂપ સિવાય બીજે કયાંય મારું સુખ કે શાંતિ નથી એમ એકવાર નિર્ણય કર તો અંતર્મુખ થવાનો અવસર આવે. પણ જેને નિર્ણય જ ખોટો હોય, બહારમાં ને રાગમાં શાંતિ માને, તેને અંતર્મુખ એકાગ્ર થવાનો અવસર ક્યાંથી આવે? ઘણા કહે છે કે મરણ ટાણે આપણે સમાધિ રાખશું. પણ જીવનમાં જેણે દેહથી ભિન્ન આત્માની દરકાર કરી નથી, દેહાદિનાં કાર્યોને જ પોતાનાં કાર્ય માન્યા છે, તે દેહ છૂટવા ટાણે કોના જોરે સમાધિ રાખશે? જેણે દેહથી ભિન્ન આત્માને જાણીને તેની વારંવાર ભાવનાનો અભ્યાસ કર્યો છે તેને જ દેહ છૂટવા ટાણે ચૈતન્યના જોરે સમાધિ રહી શકશે. પોતાના આત્મા સિવાય બહારમાં બીજાં કોઈ શરણ આત્માને છે જ નહિ. બહારમાં બીજાને શરણ માનીને સમાધાન કરવા માંગે તે તો ફાંફા છે, સંયોગ છૂટી જતાં તેનું સમાધાન ટકી નહિ શકે. અને આત્માના આધારે જેણે સમાધાન કર્યું તેને ગમે તેવા પ્રતિકૂળ સંયોગમાં પણ તે ટકી રહેશે.
| સ્વર્ગમાં અસંખ્ય સમકિતી દેવો છે; તેમને જ્યારે આયુષ્ય પૂરું થવાનો વખત આવે ત્યારે, ત્યાં સ્વર્ગમાં શાશ્વત રત્નોના જિનબિંબો છે તેમના ચરણમાં જઈને ભક્તિથી કહે છે કે “અહો નાથ ! આપનું જ શરણ છે, આપે બતાવેલા આત્મસ્વભાવનું
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com