________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૯૬ : આત્મભાવના
અંતરમાં પરમાત્માનો પ્રકાશ કેમ થાય?
હવે અંતરાત્મા થવા માટે આત્માને જાણવાનો ઉપાય કહે છે
एवं त्यक्त्वा बहिर्वाचं त्यजेदन्तरशेषतः।
एष योगः समासेन प्रदीपः परमात्मनः।।१७।।
હું દેહાદિથી ભિન્ન ચૈતન્યસ્વરૂપ આત્મા છું, બહારમાં ઇન્દ્રિયોદ્વારા જે દેખાય છે તે બધુંય અચેતન છે, તે હું નથી, તે બધા મારાથી ભિન્ન છે–એવા ભાનપૂર્વક ચૈતન્યસ્વરૂપના ચિંતનમાં એકાગ્રતાવડ બાહ્યવચનપ્રવૃત્તિ છોડવી તેમ જ અંતરંગ વિકલ્પો પણ છોડવા; આનું નામ યોગ છે, અને સંક્ષેપથી આ યોગ તે પરમાત્માનો પ્રકાશક પ્રદીપ છે.
જુઓ, એકલી વાણીને રોકીને મૌન થઈને બેસી જવાની આ વાત નથી; વાણી તો જડ છે, તેને રોકવાનો જેનો અભિપ્રાય છે તે તો વાણીનો કર્તા થાય છે, તેનું લક્ષ જડ ઉપર છે પણ આત્મા ઉપર નથી. જ્ઞાની તો જાણે છે કે વાણી તે જડ છે, તે વાણી મારાથી ભિન્ન છે, તે વાણીથી મારું સ્વરૂપ પ્રકાશિત થતું નથી, ને વાણી તરફના વિકલ્પવડ પણ મારા સ્વરૂપનો પ્રકાશ થતો નથી, વાણી અને વિકલ્પ બન્નેથી પાર થઈને અંતર્મુખ ચૈતન્યના ચિંતનમાં એકાગ્રતાવડે જ મારા સ્વરૂપનું પ્રકાશન થાય છે. વાણી બોલવાની ક્રિયા થતી હોય તે વખતે પણ જ્ઞાનીને તેનાથી ભિન્ન આવા ચૈતન્યનું ભાન છે, માટે એમ કહ્યું છે કે જ્ઞાની બોલે છતાં મૌન છે. અને અજ્ઞાની મૌન છતાં બોલે છે કેમકે “હું ન બોલ્યો” એવા અભિપ્રાયથી તે ભાષાનો સ્વામી થાય છે. વચન અને વિકલ્પ બન્નેથી જુદો હું તો જ્ઞાન છું, મારા જ્ઞાનવડ જ હું મને જાણું છુંએમ જ્ઞાની પોતે પોતાના આત્માને સ્વ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com