________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૯૪ : આત્મભાવના કરતો ન હોય, છતાં અંતરમાં રાગથી ધર્મ માનતો હોવાથી, તેને અનંત કષાયનો આરંભ-પરિગ્રહ છે; કષાયની રુચિ વડે તે અકષાયી ચિદાનંદ સ્વભાવને હણી નાખે છે, તે જ જીવહિંસા છે રાગના રસની જેને મીઠાસ છે તે આરંભ-પરિગ્રહમાં જ ઊભો છે. જ્ઞાનીને ચૈતન્યના આનંદરસ સિવાય બીજા કોઈ વિષયોમાં રસ નથી, તેથી તેને વિષયોનો પરિગ્રહ કે આરંભ છૂટી ગયો છે; સમ્યકશ્રદ્ધા- જ્ઞાનમાં પોતાના અકષાયી ચિદાનંદસ્વભાવને તે જીવતો રાખે છે.
સમસ્ત ઇન્દ્રિયવિષયોથી પાર થઈને આત્માના અતીન્દ્રિય આનંદમાં લીન થયેલા એવા અશરીરી સિદ્ધભગવંતો ઉપરથી પુકાર કરે છે કે અરે વિષયોના ભિખારી! એ વિષયોને છોડ, તારું સુખ આત્માના અતીન્દ્રિય સ્વભાવમાં છે, તેની લગની લગાડ. અહો ! સિદ્ધભગવંતોને પ્રતીતમાં ભે તોપણ જીવને ઇન્દ્રિયવિષયોમાં સુખબુદ્ધિ ઊડી જાય, ને આત્માના અતીન્દ્રિય સુખસ્વભાવની પ્રતીત થઈ જાય. રાગમાં સુખ, ઇન્દ્રિયવિષયોમાં સુખ, એમ અજ્ઞાની વિષયોનો ભિખારી થઈ રહ્યો છે; સિદ્ધભગવાન રાગરહિત ને ઇન્દ્રિય વિષયો રહિત થઈ ગયા છે ને એકલા આત્મસ્વભાવથી જ પરમસુખી છે. તે જગતના જીવોને એમ દર્શાવી રહ્યા છે કે અરે જીવો! વિષયોમાં–રાગમાં તમારું સુખ નથી, આત્મસ્વભાવમાં જ સુખ છે, તેને અંતરમાં દેખો ને ઈન્દ્રિયવિષયોનું કુતૂહલ છોડો. ચૈતન્યના આનંદનો જ ઉલ્લાસ, તેનો જ રસ, તેનું જ કુતૂહલ, તેમાં જ હોંસ, તેની જ ગોષ્ઠી કરો.
સમકિતીને જ્યાં આત્માના આનંદનું ભાન થાય છે ત્યાં બાહ્યવિષયો નિરસ લાગે છે ને પૂર્વની અજ્ઞાનદશા ઉપર ખેદ થાય છે કે અરેરે! હું અત્યારસુધી બાહ્યવિષયોમાં જ સુખ માનીને મારા આ અતીન્દ્રિય આનંદને ચૂકી ગયો. અત્યારસુધી પૂર્વે કદી મેં મારો આવો આનંદ પ્રાપ્ત ન કર્યો. હવે આત્માનો અતીન્દ્રિય
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com