________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્માવલોકન તરીકે જુદા જ જાણે છે. પોતાને ચેતનારૂપ ચેતનદ્રવ્ય તરીકે જાદું જ આચરે છે.
વળી જીવ સાથે જે એ એકક્ષેત્રાવગાહી પુગલો છે તે પુદ્ગલો જ્યારે ઉદયરૂપે પરિણમે છે ત્યારે સહજ જ તે કાલે જીવનો ચિત્વિકાર પણ તે ઉદયનું નિમિત્તમાત્રપામીને તે પ્રકારે, તેવા જ ભાવે, તેવા ફૂટે કરી તેવા સ્વાંગ કરી, તેવું અનુકરણ કરી ચિત્વિકારના ભાવ થાય છે.
જો પુગલ ક્રોધના ઉદયરૂપ પરિણમે તો તે કાલે ચિત્વિકાર પણ તેવા જ ભાવે થાય છે, એ રીતે સર્વ જાણવું. એ રીતે જીવના આ ચિત્વિકારભાવોને ઔદયિકભાવ કહેવામાં આવે છે અથવા જ્યારે આ એકક્ષેત્રાવગાહી પુદગલપ્રકૃતિ-ઉપશમ, ક્ષયોપશમ, ક્ષયરૂપ એ ત્રણ પ્રકારની નાશ થવાની જાગતિથી (રીતિથી) પુદ્ગલપ્રકૃતિ-નાશ થાય છે, ત્યારે તે કાલે તેવી રીતિથી જીવનો આ ચિત્વિકાર પણ નિસ્તંદેહ નાશ થઈ જાય છે. જ્યાં ચિત્વિકાર નાશ થયો ત્યાં કેવલ એક ચિત્ત પોતે જ પ્રગટ થઈ રહે છે. પરંતુ એક વિશેષ છે :
જે પ્રકારે કરી પ્રકૃતિઓના નાશનો ભાવ થયો હોય, તે પ્રકારે આ ચિત્ શુદ્ધતાનું નામ પામે. પ્રકૃતિ ઉપશમે તો ચિત ઉપશમશુદ્ધતાનું નામ પામે. પ્રકૃતિના ક્ષયોપશમ ચિત ક્ષયોપશમશુદ્ધતાનું નામ પામે. પ્રકૃતિના ક્ષયથી ચિત્ ક્ષાયિકશુદ્ધતાનું નામ પામે. એ રીતે કરીને જીવના થયેલા ચાર ભાવ ઔદયિક, ઉપશમ, ક્ષયોપશમ, ક્ષાયિક-એ ભાવોના રૂપે કોઈ, જીવનો નિન્જાતિસ્વભાવ જાણે તો તે મિથ્યાત્વી છે.
હવે એ ચારેય ભાવોમાં પ્રવર્તે તો એક ચિત, એ રૂપે ચિત્ જ થયું છે. તે એક કેવલ ચિતને જ જેણે નિજ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com