________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અજવાધિકાર
૬૧ રચના-કાર્ય ઉપજાવનારૂપ લક્ષણ હોય છે, જીવના સમ્યકત્વગુણના પર્યાયમાં છે નામ સંજ્ઞામાત્ર વચનવર્ગણારૂપ રચના-કાર્ય માત્રા ઉપજાવવારૂપ લક્ષણ હોય છે, જીવના કર્મરૂપ છ રંગનામભેદથી ભેદ પાડીએ એવું એવું લેશ્યરૂપ લક્ષણ હોય છે. જીવના સંજ્ઞાભાવરૂપ ચારનામમાત્ર ભેદરચના ઉપજાવનારૂપ લક્ષણ હોય છે, જીવના ભવ્યઅભવ્યરૂપ નામમાત્રરચના ઉપજાવનારૂપ લક્ષણ હોય છે, આહારકઅનાહારકરૂપ નામમાત્રરચના ઉપજાવનારૂપ લક્ષણ હોય છે, પ્રકૃતિઓના નિજકાલની મર્યાદા સુધી રસ, રૂપ રહે છે તે સ્થિતિબંધરૂપ લક્ષણ હોય છે, કષાયના ઉત્કૃષ્ટ વિપાકરૂપ લક્ષણ હોય છે, કષાયોના મંદ વિપાકરૂપ લક્ષણ હોય છે, ચારિત્રમોહવિપાકનો યથાક્રમ કરીને નાશ થવો તે સંજમરૂપ લક્ષણ હોય છે, પર્યાય, અપર્યાય, સૂક્ષ્મ, બાદર, એકેન્દ્રિય, હીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય, અસંજ્ઞીપંચેન્દ્રિય, સંક્ષીપંચેન્દ્રિય, ચોરાશીલાખ ભેદાદિરૂપ લક્ષણ હોય છે, પ્રકૃતિઓના ઉદય, ઉદયનાશરૂપ અવસ્થાથી જુદાં જુદાં ગુણસ્થાન હોય છે, તે મિથ્યાત્વ, સાસાદન, મિશ્ર, અવિરતિ, દેશવિરતિ, પ્રમત્ત, અપ્રમત્ત, અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ, સૂક્ષ્મસાંપરાય, ઉપશાંતમોહ, ક્ષીણકષાય, સંજોગ, અજોગ, એવા લક્ષણ હોય છે એ સર્વ લક્ષણ કહ્યાં, તે સર્વ પુદ્ગલપરિણામમય જાણવાં.
આ પુદ્ગલ જ્યારે જીવપ્રદેશોમાં એકક્ષેત્રાવગાહી પુદ્ગલ થાય છે ત્યારે જીવના સમીપે રહેલાં પુદ્ગલ, આટલા આ લક્ષણરૂપ પરિણમે છે, તેથી આ લક્ષણરૂપે પુદ્ગલપરિણામને જીવસમીપી કહેવામાં આવે છે. તેથી આ સર્વ પુદ્ગલપરિણામ અચેતન જાણવાપુદ્ગલમય જાણવા. એનામાં ચેતનનો ભ્રમ ન કરવો. ગમે તે કાલે પણ (દરેક વખતે, ત્રણે કાલ, હંમેશા) (એમને) અન્ય દ્રવ્ય જ જાણવું. એનામાં જીવની પ્રતીતિ કરવામાં આવે છે, તે મિથ્યાત્વ છે, સમ્યજ્ઞાતા એમને અચેતનરૂપ પરદ્રવ્ય
Please inform us of any errors on rajesh@AtmaDharma.com