________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
SO
* અજવાધિકાર વર્ણન *
પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ, આઠ સ્પર્શ, પાંચ શરીર, છ સહુનન, છ સંસ્થાન, પાંચ મિથ્યાત્વ, બાર અવિરતિ, પચીસ કષાય, પંદર યોગ, મોહ, રાગ, દ્વેષ, વર્ગણા, જ્ઞાનવરણી, દર્શનાવરણી, વેદની, મોહની, આયુ, નામ, ગોત્ર, અંતરાય, નોકર્મ, વર્ગ, વર્ગણા, સ્પદ્ધક ઇત્યાદિ સર્વ ભેદો પુદગલપરિણામમય પ્રગટ જાણવા. વળી જીવના રાગાદિકનું નિમિત્ત પામીને આ પુદગલ જીવસાથે મળી એકક્ષેત્રાવગાહી થાય છે–એકીભૂત થાય છે, એવી રીતે પુદગલ જીવસાથે એકીભૂત થયા છે. તે જીવની સમીપે રહેલા પુદ્ગલ જે જે લક્ષણરૂપ થઈ પરિણમે છે તે તે લક્ષણ સર્વ, પુદ્ગલપરિણામમય જાણવા. તે લક્ષણ કહેવામાં આવે છે.
તીવ્ર મંદ, મધ્યમ, કર્મપ્રકૃતિનું સુખદુઃખરૂપ લક્ષણ હોય છે, મનવચનકાયના હલનચલનરૂપ લક્ષણ હોય છે, કર્મોના પ્રકૃતિપરિણામરૂપ લક્ષણ હોય છે. નિજફલ થવામાં સમર્થ એવા ઉદયરૂપ લક્ષણ હોય છે, ચારગતિરૂપ લક્ષણ હોય છે, પાંચ ઇન્દ્રિયરૂપ લક્ષણ હોય છે, છ કાયરૂપ લક્ષણ હોય છે, પંદર જગરૂપ લક્ષણ હોય છે, કષાયપરિણામરૂપ લક્ષણ હોય છે, જીવના જ્ઞાનગુણના પર્યાયમાં આઠનામસંજ્ઞામાત્ર, વચનવર્ગણા ઉપજાવવાની નામચનારૂપ આઠ અવસ્થારૂપ લક્ષણ હોય છે, જીવના ચારિત્રગુણના પર્યાયમાં સાતનામસંજ્ઞામાત્ર વચનવર્ગણારૂપ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com