________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
મિશ્રધર્મકથન
૫૫ તે કાલે, તે જ્ઞાનગુણ અનંતશક્તિએ કરી વિકારરૂપ અનાદિથી થઈ રહ્યો હતો, તે જ્ઞાનગુણની તે અનંતશક્તિઓમાંની તો કેટલીએક ચેતનનિન્જાતિવસ્તુસ્વરૂપ સ્વજ્ઞયને પ્રત્યક્ષ નિજરૂપ થઈ, સર્વ અસંખ્યાત જીવપ્રદેશમાં પ્રગટ થઈ, સામાન્યપણે તેને નામથી
ભાવમતિ-શ્રુત' એવા નામે કહેવામાં આવે છે અથવા નિશ્ચય શ્રુતજ્ઞાન-પર્યાય કહેવામાં આવે છે અથવા જઘન્ય જ્ઞાન કહેવામાં આવે છે કે જ્ઞાની કહેવામાં આવે છે, શ્રુતકેવલી કહેવામાં આવે છે એકદેશ પ્રત્યક્ષજ્ઞાન કહેવામાં આવે છે કે સ્વસંવેદનશાન કહેવામાં આવે છે અથવા જઘન્યજ્ઞાન કહેવામાં આવે છે આનાથી અન્ય (એ સિવાય બાકીની) સર્વ જ્ઞાનશક્તિ રહી, તે અજ્ઞાનવિકારરૂપ પ્રવર્તે છે. આ બધા વિકાર શક્તિઓની સામાન્ય સંજ્ઞા કર્મધારા કહેવામાં આવે છે એ પ્રમાણે તે સમ્યકત્વગુણસ્વરૂપ પરિણમવાના કાલે જ્ઞાનગુણની અનંતશક્તિઓમાંની એવી કેટલીએક સ્વરૂપરૂપ થઈ પ્રવર્તી.
વળી, તે કાલે જીવના દર્શનગુણની અનંતશક્તિ અદર્શનવિકારરૂપ અનાદિથી થઈ રહી હતી, તેમાંની પણ કેટલીએક શક્તિ દર્શન નિન્જાતિસ્વસ્વરૂપ થઈને જીવના અસંખ્યાતપ્રદેશમાં પ્રત્યક્ષ પ્રગટ થઈ. વળી જેવી રીતે જ્ઞાનની શક્તિની પ્રત્યક્ષ થવાની રચના કહી હતી તેવી જ રીતે દર્શનગુણની કેટલીએક શક્તિની પ્રત્યક્ષ થવાની રચના થઈ. વળી જેમ જ્ઞાનની શક્તિને કર્મધારારૂપ કહીં, તેમ દર્શનગુણની કેટલીએક શક્તિની પ્રત્યક્ષ થવાની રચના થઈ. અન્ય (બાકીની) શક્તિ કર્મધારારૂપ પ્રવર્તે છે.
વળી તે કાલે જીવના સ્વચારિત્રગુણની અનંતશક્તિ પરાચરણરૂપે રાગરૂપ અનાદિથી થઈ રહી હતી તે અનંત આચરણશક્તિમાંની કેટલીક આચરણશક્તિ વીતરાગનિન્જાતિરૂપ થઈને
Please inform us of any errors on rajesh@AtmaDharma.com