________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫૪.
આત્માવલોકન જે જીવની સાથે કર્મવરૂપે પરિણમવાનું છે, તેટલા જ કાલ સુધી કર્મ_સ્થિતિ ( તેની કર્મવરૂપે સ્થિતિ) રહે. તે કર્મવરૂપે પરિણમવાની કાલની મર્યાદા જ્યારે પૂરી થાય છે ત્યારે જ પુદ્ગલની કર્મવરૂપે પરિણમવાની સ્થિતિ મટી જાય છે. તેથી કાલની મર્યાદા પૂરી થતાં પુદ્ગલની કર્મવરૂપ સ્થિતિ મટે છે. તે પુદ્ગલની કર્મત્વની સ્થિતિ મટતાં જ, ચિત્વિકારની સ્થિતિ મટે છે તેથી અહીં પુદ્ગલની કર્મવરૂપે પરિણમવાની સ્થિતિ માટી, તેના જ અનુસાર ચિત્વિકાર મટયો. જીવનો ચિત્વિકાર જ્યારે મટે છે ત્યારે જીવની નિન્જાતિરૂપ વસ્તુસ્વભાવ જેવો હતો તેવો જ પરિણામરૂપે વ્યક્ત થઈને પ્રવાહ પ્રવર્તે છે. તે કહેવામાં આવે છે.
અનાદિથી જીવનો જે સ્વભાવ-આચરણભાવ-રાગમોહરૂપ થઈને સર્વપરપુદગલને પોતારૂપ માની રહ્યો હતો તે જ,
સ્વરૂપાચરણરૂપ થયો કેટલોક (ભાવ) નિજ વસ્તુમાં જ મગ્ન થયો, સ્થિરીભૂત ( સ્થિરતારૂપ) ઊપજ્યો.
| ઇતિ સામાન્ય કથન |
વિશેષરૂપથી તે પુદ્ગલિકદર્શનમોહની સ્થિતિ જેવી નાશ થઈ તે વેળા જ આજીવનો જે સ્વસમ્યકત્વગુણ મિથ્યાત્વરૂપે પરિણમ્યો હતો તે જ સમ્યત્વગુણ સંપૂર્ણ સ્વભાવરૂપ થઈ પરિણમ્યો, પ્રગટ થયો. ચેતનવસ્તુના દ્રવ્યગુણપર્યાયની, જીવવસ્તુજાતિનું જાદુ આસ્તિથ-ટંકોત્કીર્ણ પ્રતીતિ અને અચેતન વસ્તુના દ્રવ્યગુણ પર્યાયથી અજીવવસ્તુજાતિનું જુદું આસ્તિક્ય-ટંકોત્કીર્ણ પ્રતીતિ એવો તે સમ્યકત્વગુણ સર્વાગ નિજાતિસ્વરૂપ થઈ પરિણમ્યો પ્રગટયો,
Please inform us of any errors on rajesh@AtmaDharma.com