________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
મિશ્રધર્મકથન
પ૩ કાલ જ્યારે ગયો ત્યારે કોઈ ભવ્ય જીવને વસ્તુસ્વભાવભાવના પ્રગટ પરિણામભાવ થવાની કાલલબ્ધિ આવી. તે સંસારી જીવ કેવો છે? સંજ્ઞી પંચેન્દ્રિય છે. એવા જીવને કાલલબ્ધિ આવતાં, જે રીતે સ્વભાવપરિણામ પ્રગટ થાય છે, તે રીતિ કહેવામાં આવે છે.
પુદ્ગલિક દર્શનમોહની ત્રણ પ્રકૃતિ-મિથ્યાત્વ, મિશ્રમિથ્યાત્વ, સમકિતપ્રકૃતિમિથ્યાત્વ. એ ત્રણ પ્રકૃતિનો મૂળથી જ નાશ થયો અથવા ઉપશમ થયો, અથવા ક્ષયોપશમ થયો અથવા બે પ્રકૃતિનો તો ક્ષયોપશમ થયો અને એક સમકિતપ્રકૃતિમિથ્યાત્વનો ઉદય રહ્યો છે. એ રીતે તો પુદ્ગલિક દર્શનમોહની અવસ્થા થઈ. વળી તે કાળે પૌદ્રલિક ચારિત્રમોહની અનંતાનુબંધી ચોકડીનો મૂળથી નાશ થયો અથવા ઉપશમ થયો અથવા ક્ષયોપશમ થયો, એ રીતે અનંતાનુબંધીની અવસ્થા થઈ.
વળી જ્ઞાનાવરણી, દર્શનાવરણી, અંતરાય, વેદનીય (?) એ ચારેય પૌલિક કર્મના સંક્ષેપથી (સામાન્યપણાથી) કેટલાક કર્મઅંશોનો ક્ષયોપશમ થયો. તે આ ક્ષયોપશમ કેવો જાણવો?
તે કર્મ-અંશો ઉદયરૂપ થતાં જે અભાવ થયો, તે અભાવને ક્ષય કહેવામાં આવે છે. વળી તે કર્મઅંશોનો સત્તાભાવ રહ્યો છે, તે સત્તાને ઉપશમ કહેવામાં આવે છે એવા ક્ષયોપશમરૂપે આ અંશોની દશા થઈ. એવી રીતે આ પુદ્ગલકર્મો મટતાં, તે કાલે “ચિત્વિકાર” પણ સહજ જ નાશ પામી જાય છે.
કોઈ અહીં પ્રશ્ન પૂછે કે ચિત્વિકાર મટતાં જ પુદ્ગલકર્મનો નાશ કેમ ન કહો? તેનો ઉત્તર:- જે આ ચિત્વિકારની સ્થિતિ છે તે પુગલકર્મની સ્થિતિને આધીન છે. વળી પુદ્ગલકર્મની સ્થિતિ, કાલદ્રવ્યને આધીન છે. જે જે પુદ્ગલદ્રવ્યનું જેટલા કાલ સુધી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com