________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્માવલોકન
નિજવસ્તુના સ્વસ્વરૂપમાં સ્થિરૂપ વિશ્રામરૂપે પ્રગટ થઈ. તે શક્તિએ ) નિજવસ્તુસ્વરૂપ આચર્યું, તેમાં સ્થિરતા કરી, વળી શ્રુતકેવલીજીવની ચારિત્રગુણની કેટલીએક શક્તિ જે અબુધરૂપ થઈ રહી છે, તેથી તે ચારિત્રની શક્તિ રાગરૂપ છે. જ્યાં રાગ છે ત્યાં બંધન છે. તેથી શ્રુતકેવલીને ચારિત્રગુણની બુધરૂપ શક્તિથી આશ્રવબંધ નથી, ચારિત્રની અબુધરૂપ રાગશક્તિથી સૂક્ષ્મ (થોડો ) આશ્રવ-બંધ થાય છે. એ રીતે જઘન્યજ્ઞાનીને સ્વચારિત્રગુણની કેટલીએક શક્તિ સર્વજીવપ્રદેશરૂપ નિજવસ્તુમાં વીતરાગ થઈને સ્થિરીભૂત (સ્થિર ) વિશ્રામરૂપે પ્રવર્તે છે. ચારિત્રની અબુધ રાગરૂપ અન્ય શક્તિ વિકારરૂપે પ્રવર્તે છે.
૫૬
વળી તે કાલે આ જીવની એક સ્વપરમાનંદ ભોગગુણની અનંતશક્તિ ચિત્વિકારરૂપ પુણ્ય-પાપ, દુઃખભોગરૂપે અનાદિથી પ્રવર્તી હતી, તેમાંની કેટલીએક શક્તિ સ્વપરમાનંદરૂપ થઈ સુખભોગરૂપે પ્રવર્તી, તેટલીએક ૫૨માનંદભોગગુણની શક્તિ સ્વસુખભોગરૂપ પ્રગટ થઈ, ચારિત્ર ગુણની જેટલી એક શક્તિ સ્થિરરૂપ સ્વઆચરણરૂપે પ્રવર્તી કેટલીએક શક્તિરૂપ નિજસ્વરૂપના ભોગરૂપે પ્રવર્તે છે, કેટલીએક શક્તિરૂપ પુણ્ય-પાપ ભોગરૂપે પ્રવર્તે છે.
વળી તે કાલે આ જીવના વીર્ય-બલગુણની સર્વશક્તિ સ્વરૂપરૂપ પરિણમવામાં અનાદિથી નિર્બલ થઈ રહી હતી, તેમાંની કેટલીએક શક્તિ નિજસ્વરૂપ પ્રગટ થતાં બલવાન થઈ પ્રવર્તી સમ્યક્ત્વગુણ અને જ્ઞાનગુણની જેટલીએક શક્તિ, દર્શનગુણની જેટલીએક શક્તિ, ચારિત્રગુણની જેટલી એક શક્તિ, પરમાનંદગુણની જેટલીએક શક્તિ, ૫રમાર્થે જેટલીએક સ્વરૂપરૂપે થઈને પ્રવર્તી, તેટલીએક વીર્યગુણની શક્તિ જીવન સર્વ પ્રદેશમાં વીર્યબલરૂપ ધારીને પ્રવર્તી.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com