________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫૦
આત્માવલોકન મી. સ્વરૂપપરિણમનનું બલ રહી ગયું (અટકી ગયું). પરમાં નિર્બલ થઈ પરિણમ્યો. એ રીતે જીવનો વીર્યગુણ વિકારરૂપે થયો.
વળી આ જીવનો આત્મસ્વરૂપરૂપ રસ જે પરમાનન્દ ભોગ ગુણ હતો તે સાતા-અસાતા, પુણ્યપાપરૂપ પરપુગલના કર્મcવ્યક્ત ઉદયરૂપ પ૨પરિણામના પ્રકારે ચિત્વિકારપરિણામનો જ રસ ભોગવ્યા કરે, રસ લીધા કરે, તે પરમાનંદગુણની સર્વશક્તિ પરપરિણામનો સ્વાદ લીધા કરે છે, તે પરસ્વાદ પરમદુઃખરૂપ છે. એ રીતે જીવનો પરમાનંદગુણ દુઃખવિકારરૂપે પરિણમ્યો.
એ રીતે આ જીવના અન્ય ગુણો જેવી કેવી રીતે વિપરીત વિકારરૂપે થયા છે તેવી રીતે ગ્રંથાંતરથી જાણી લેવા.
આ જીવના સર્વગુણોના વિકારને સંક્ષેપથી “ચિત્વિકાર, ના નામથી કહેવામાં આવે છે. એ રીતે એકક્ષેત્રાવગાહી કર્મવર્ગણાના વ્યક્તકર્મઉદય-પરિણતિનું નિમિત્તમાત્ર પામીને, આ જીવ પોતેજ વસ્તૃતર થયો. વસ્તૃતર થતાં પોતેજ ચિત્વિકારરૂપે ધારાપ્રવાહરૂપ થઈને તે બિલાડીની જેમ આ જીવ આ ત્રણ લોકમાં નાચતો ફર્યા કરે છે.
પ્રશ્ન :- અહીં કોઈ પ્રશ્ન કરે છે કે-આવા ચિત્વિકારરૂપે તો જીવ પોતેજ પરિણમે છે પરંતુ “આ એકક્ષેત્રાવગાહી કર્મનો ઉદયનું નિમિત્તમાત્ર પામીને” – એટલાથી તો વિકારને શું પ્રયોજન છે? (જીવના વિકારમાં શું પ્રયોજન છે?)
ઉત્તર :- વળી આટલા નિમિત્તથી આ છે કે –એટલો જીવનો તે વિકારભાવ અનિત્ય સ્થાપ્યો, અનિત્યના વિકારની જડ થઈ (અનિત્યતા વિકારનું મૂળ થયું), વિકાર અવસ્તુભાવ ઠર્યો, વિકાર વિકાર જ ઠર્યો, સ્વભાવ ન કર્યો. કારણ કે જે કાલે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com