________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
મિશ્રધર્મકથન
૫૧ તે કર્મcવ્યક્તઉદય પરિણતિની જેટલી સ્થિરતા છે-જેટલું તેનું રહેવું છે, તો (તે કાલે તેટલો કાલ) આ જીવ પણ ચિત્વિકારનો કર્તા થાય છે. વળી જે કાલે તે એક ક્ષેત્રાવગાહી કર્મવર્ગણા કર્મતરૂપ થતી રહી ગઈ (અટકી ગઈ ), તે કાલે સહજ જ આ જીવ પણ ચિત્વિકારભાવને કરતો રહી ગયો (અટકી ગયો). આ ચિત્વિકારને કર્મત્વના નિમિત્તનું (નિમિત્તરૂપ થવામાં તે કર્મત્વનું) કારણ આટલું આ છે કે આ ચિત્વિકારનું રહેવું કેવલ તે કર્મcવ્યક્તઉદય રહેતાં, રહે છે (હોય છે), તે જાય તો આ ચિત્વિકાર પણ જાય છે (તે ટળે તો આ ચિત્વિકાર પણ ટળે છે). તેથી આ વિકારનું અનિત્યપણું ઠર્યું. વળી આ સ્વાધીન વસ્તુસ્વભાવ ન ઠર્યો, વળી પ્રત્યક્ષ વિકાર, વિકાર જ ઠર્યો. કારણ કે સુભાવની નાસ્તિ તો ત્યારે થાય (સ્વભાવ તો નાશ ત્યારે પામે) કે જો આ જીવ વસ્તુનો નાશ થાય જેથી વસ્તુનો તો નાશ ક્યારેય થતો નથી તેથી વસ્તુ–સ્વભાવભાવ પોતે જ નિત્ય ઠર્યો. આ સ્વભાવભાવનું રહેવું, નિજ વસ્તુત્વ રહેતાં રહે છે (હોય છે ) તેથી આ સ્વભાવભાવ નિન્જાતિસ્વભાવ જ ઠર્યો, તે કેવલ નિજ વસ્તુ જ ઠરી.
વળી આ વિકાર પર રહેતાં રહે છે તેથી તો આ અનિત્ય ઠર્યો. તેનું રહેવું પરાધીન ઠર્યું. વળી જ્યારે આ વિકારભાવ મટી જાય છે ત્યારે તે વસ્તુ તો જેમની તેમજ રહી જાય છે તેથી પ્રત્યક્ષ જાણીએ છીએ કે આ વસ્તુનો વસ્તુસ્વભાવ નથી. આ વસ્તુમાં ઉપરનો અન્ય જ સરીખો આ ભાવ આવ્યો તેથી જે અન્ય જ સરીખો ભાવ આવ્યો તેજ વિકારભાવ તો પોતાને પ્રત્યક્ષ વિકારરૂપ જ દર્શાવે છે-“ હું આ વસ્તુનો વસ્તુસ્વભાવ નથી, આ વસ્તુમાં હું ઉપાધિ છું,” ” એવી રીતે (બહારથી) આવેલો તે વિકારભાવ પ્રત્યક્ષ દર્શાવે છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com