________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૯
મિશ્રધર્મકથન હું જ છું” એવી રીતે પરવસ્તુને તો પોતારૂપ જાણે, પોતાને પરરૂપ જાણ્યો ત્યારે લોકાલોક જાણવાની શક્તિ બધી અજ્ઞાનભાવરૂપ પરિણમી. એ રીતે જીવના જ્ઞાનગુણને અજ્ઞાનવિકાર ઊપજ્યો.
વળી એ જ પ્રમાણે જીવન દર્શનગુણ હતો તે પણ જેટલા પરવસ્તુના ભેદ છે તેટલા ભેદને પોતારૂપ જ દેખે છે “આ છે, તે હું જ છું, પોતાને પરરૂપ દેખે છે” લોકાલોક દેખવાની જેટલી શક્તિ હતી તેટલી સર્વશક્તિ અદર્શનરૂપ થઈ. એ રીતે જીવન દર્શનગુણ વિકારરૂપ પરિણમ્યો.
વળી જીવનો સમ્યકત્વગુણ હતો તે જીવના ભેદોમાં અજીવની ઠીકતા (તેના બરાબરપણાની શ્રદ્ધા) કરે છે, અજીવના ભેદોમાં જીવની ઠીકતા કરે છે (તે જીવના ભેદને અજીવ માને છે અજીવના ભેદને જીવ માને છે) ચેતનને અચેતન, વિભાવને સુ (સ્વ) -ભાવ, દ્રવ્યને અદ્રવ્ય, ગુણને અવગુણ, જ્ઞાનને શેય, શેયને જ્ઞાન, એ રીતે સ્વને પર, પરને સ્વ એ રૂપે અન્ય સર્વની વિપરીત જ ઠીકતાઆતિથ્ર-કરે છે. એ રીતે જીવનો સમ્યકત્વગુણ મિથ્યાત્વરૂપ થઈને વિકારરૂપે પરિણમ્યો.
વળી જીવનો જે સ્વ-આચરણગુણ હતો તે, જેટલી એક કાંઈ પરવસ્તુ છે, તે પરમાં સ્વ-આચરણ કર્યા કરે છે, પરમાં જ વર્યા કરે, પરને જ ગ્રહ્યા કરે, પોતાના ચારિત્રગુણની સર્વશક્તિ પરમાં જ લાગી રહી છે. એ રીતે જીવનો સ્વચારિત્રગુણ વિકારરૂપ થઈને પરિણમે છે.
વળી, આ જીવનો સર્વસ્વરૂપ પરિણમવાના બલરૂપ સર્વવર્યગુણ હતો તે પણ સર્વવર્યશક્તિ ઘણી નિર્બલરૂપ થઈ પરિ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com