________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૪
આત્માવલોકન પરિણમનનું નિમિત્ત પામીને આ જીવ પોતે ચિત્વિકારરૂપ થઈ પરિણમે છે. જેવી રીતે સવારે સૂર્યનો ઉદય પામીને, આ તરફ લોકો પોતે જ સ્નાન, વ્યાપારાદિક કાર્ય કરે છે. તેવી રીતે પુદગલકર્મઉદયપરિણતિને પામીને, જીવ પોતે જ વિકારરૂપ પરિણમે છે. જો કોઈ જાણી બેસે કે –પુદ્ગલ જીવને વિકારરૂપ પરિણમાવે છે, તો એમ તો
ક્યારેય થવાનું નથી (કારણ કે, “અન્ય દ્રવ્ય અન્યદ્રવ્યની પરિણતિનું કર્તા હોય નહીં.”
વળી જો કોઈ એમ જાણી લ્ય કે ચિત્વિકારરૂપે તો જીવ પરિણમે છે પરંતુ તેના (ચિત્વિકાર) થવામાં આ પુદ્ગલ સ્વય ( પોતાની મેળે ) નિમિત્તનો (કર્મનો) કર્તા થાય છે, જ્યારે આ જીવ વિકારરૂપે પરિણમે છે ત્યારે તેના માટે આ પુદ્ગલ સ્વયં (પોતાની મેળે) નિમિત્તનો (કર્મનો ) કર્તા થઈ પ્રવર્તે છે, તો એમ તો ક્યારેય થવાનું નથી.
જો એ પ્રમાણે જ પુદ્ગલ પોતે તે ચિત્વિકાર થવા માટે જાણી જાણીને કર્મનિમિત્તરૂપે થાય છે, તો આ પુદ્ગલ જ્ઞાનવંત થયું. તેમ થતાં (નીચે પ્રમાણે) અનર્થ ઊપજે.
(૧) જે અચેતન હતું તે ચેતન થયું, એક તો આ દૂષણ.
(૨) વળી આ પુદ્ગલકર્મની કર્મત્વ વિભાવતા તે પુદ્ગલને આધીન થશે, પુદ્ગલ સ્વાધીનપણે સ્વયં (પોતાની મેળે) કર્મવિભાવનું કર્તા થશે. નિમિત્ત પામીને કર્મનું કર્તા નહિ થાય, ત્યારે કર્મ_વિભાવ પુદ્ગલનો સ્વભાવ થઈ જશે આ બીજાં દૂષણ.
(૩) વળી ત્રીજું દૂષણ આ આવે કે જીવના વિકાર થવા માટે જો પુદ્ગલ કર્મપણા વડે નિમિત્તરૂપ થયા કરે તો આ દૂષણ ઊપજે કે – “કોઈ દ્રવ્ય કોઈ દ્રવ્યનું વેરી હોતું નથી”
Please inform us of any errors on rajesh@AtmaDharma.com