________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૩
મિશ્રધર્મકથન જેમ જેમ, જેટલા પુદ્ગલવિપાકભાવ કાલપામીને પ્રગટતા જાય છે તેમ તેમ તે અનુસારેજ-પુદ્ગલવિપાકની (વિવિધતાની) રીતિ પ્રમાણે-આ ચિત્વરભાવનારૂપની રીતિ થાય છે. વળી જે જે પ્રકારે પુગલવિપાકની રીતિનો નાશ થાય છે, તે તે પ્રકારે ચિત્પરભાવ પણ નાશ પામે જ ખરો. તેથી આ તાત્પર્ય નીકળ્યું-તે પુદ્ગલવિપાકના અસ્તિત્વથી આ પરભાવનું અસ્તિત્વ (છે). વળી તે પુગલકર્મના વિપાકની જેવી થોડી ઘણી અસ્તિનાસ્તિ થાય છે, તેવી પરભાવની થોડી-ઘણી અસ્તિ-નાસ્તિ જાણવી. તેથી પરભાવનું રહેવું, પુદગલકર્મવિપાકને આધીન છે. વળી જેથી આ પરભાવની રીતિ કેવલ પુદ્ગલકર્મના વિપાકરંગની રીતિ પ્રમાણે છે, તેથી પરભાવ સરાગમય છે. વળી તે નિન્જાતિરૂપ જીવવસ્તુસ્વભાવભાવ નિજવસ્તુની સત્તાને આધીન છે. તે પોતે જ વસ્તુભાવ છે. પુલકર્મવિપાકના નાશથી તે સ્વભાવનું પ્રવર્તવું છે-તે સ્વભાવનું પ્રગટવું છે. તેથી સ્વભાવભાવ, પુદ્ગલકર્મના વિપાકના રંગથી સહજ જ રહિત છે. તેથી સ્વભાવને એક “વીતરાગ' એ નામ પણ પ્રાપ્ત થયું. તે સ્વભાવભાવ આસન્નભવ્ય જીવને પ્રગટ પરિણમ્યો.
ભાવાર્થ :- અનાદિથી જીવની પરિણતિ જેવી રીતે અશુદ્ધ થઈ રહી છે, તેવી રીતે કહેવામાં આવે છે - જીવની ચિત્વિકારપરિણતિ થવામાં અનાદિકાલથી પુગલ તો નિમિત્ત થયું, વળી તે ચિત્વિકારપરિણતિ પરિણમતી થકી, તે પુગલને કર્મcપરિણામ થવામાં નિમિત્ત થાય છે. આ રીતે, તેઓ અનાદિકાલથી પરસ્પર નિમિત્તનૈમિત્તિક થઈ રહ્યા છે. તે સંબંધમાં અહીં જીવની પરિણતિનું વ્યાખ્યાન કરવામાં આવે છે :
જ્યારે આ પુદ્ગલ સહજ જ પોતાની દ્રવ્યશક્તિથી કર્મઉદય પરિણતિરૂપે પરિણમ્યું ત્યારે જ તે પુદ્ગલકર્મત્વ પરિણતિના
Please inform us of any errors on rajesh@AtmaDharma.com