________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૫
બહિર્ધમ
કે
जत्थ गुणविभावं सिय, पज्जाय विभावं च दव्वविभावं च। अप्पा किल बहिधम्मं, पुणो तं अधम्मवायं णायव्वा।।१३।। यत्र गुणविभावं स्यात् पर्याय विभावं च द्रव्यविभावं च। आत्मा किल बहिधर्म पुनः तं अधर्मवादं ज्ञातव्यः।।१३।।
यत्र यस्मिन् काले आत्मा गुणविभावं गुणविकारं यं किल सर्वथा स्यात् तं बहिर्धर्मं , पुनः आत्मा पर्यायविभावं यं किल सर्वथा स्यात् तं बहिर्धर्मं, आत्मा द्रव्यविभावं यं किल सर्वथा स्यात् तं बहिधर्मं एतादृशं बहिर्धर्म अधर्मवादं-अस्वभाववाद-परस्वभावकथनं जिनागमे ज्ञातव्यः।
અર્થ :- જે કાલે આત્માના ગુણો સર્વથા પરભાવરૂપ થાય છે, તે કાલે આત્માનો બહિસ્વભાવ કહેવામાં આવે છે. જે કાલે આત્મના પર્યાયો સર્વથા વિકારરૂપ થાય છે, તે કાલે આ આત્માનો બહિર્ધર્મ કહેવામાં આવે છે. વળી જે કાલે આત્માનું દ્રવ્ય સર્વથા વિકારરૂપે થાય છે તે કાલે તે આત્માનો બહિર્ધર્મ કહેવામાં આવે છે. આવું અધર્મકથન જિનાગમમાં જાણવું.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com