________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૬
આત્માવલોકન ભાવાર્થ :- અજ્ઞાન, અદર્શન, મિથ્યાત્વ, પરાચરણ, અવીર્ય, પરરસભોગ ઇત્યાદિ ગુણોના જે વિકારભાવ એક અક્ષરના અનંતમાં ભાગના વિકાર છોડીને બાકીના વિકારરૂપ સર્વથા થયા, તે વિકારભાવરૂપે ગુણ સર્વથા થયા, સ્વભાવરૂપે જરા પણ ન થયા, એવો જે સર્વથા તે ગુણવિભાવ છે તેને બહિર્ધર્મ કહેવામાં આવે છે. વળી જ ગુણોજ સર્વથા વિકારરૂપે થયા તો તેમના પરિણામ-પરિણમનભાવ સહજ જ સર્વથા વિકારરૂપ થયા. જેવી રીતે પાણી રંગાયું તો તેની લહેરો સહજ જ રંગીન થઈ. આવા જે વિકારપર્યાય તેને શૂલપર્યાય કહેવામાં આવે છે. તે વિકારપરિણમન ઇન્દ્રિયજ્ઞાનથી કાંઈક જાણું જાય છે. તે શું છે?
ઘણા કાલ સુધી તે એક વિકારભાવના પરિણામ વહ્યા કરે છે ( પ્રવર્યા કરે છે) તે (તે એક વિકારભાવના પરિણામ) તે સ્થૂલ કાલ સુધી વહેવાથી ( પ્રવર્તવાથી) જાણવામાં આવે છે. એવા જે વિકાર છે-ગુણના વિકારરૂપ સર્વથા સ્થૂલ પર્યાય છે-તે પણ આત્માનો બહિરસ્વભાવ છે. વળી જ્યારે ગુણપર્યાય સર્વથા વિકારરૂપે થયા ત્યારે દ્રવ્ય તો સ્વયં સર્વથા વિકારરૂપ સિદ્ધ થયું. જેમ કે જો સર્વ તંતુઓ રંગીન થયા તો કપડું સહજ જ સર્વથા રંગીન થયું, (કારણ કે) કાંઈ તંતુઓથી કપડું જુદું ન હતું તંતુઓના તે મેળાપને તો કપડું કહેવામાં આવે છે. એવી રીતે દ્રવ્ય સર્વથા વિકારરૂપ થયું ત્યારે તેને આત્માનો બહિરભાવ કહેવામાં આવે છે. એવા જે દ્રવ્ય-ગુણ-પર્યાય સર્વથા વિકારરૂપ છે તેને આત્માનો બહિ:સ્વભાવ કહેવામાં આવે છે કેમકે કાંઈ પોતાની વસ્તુમાં (વસ્તુની અંદર) ભાવ થતો નથી, પણ અન્ય જ પરભાવ-વિકારભાવ-વસ્તુસમુ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com