________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૩
સાક્ષાત્ ધર્મ સર્વથા સ્વભાવરૂપે જ થયા. આવા ભાવનું કથન જિનાગમમાં જાણવું.
ભાવાર્થ - અનાદિ કાલથી પુદ્ગલનું નિમિત્ત પામીને આ આત્માનાં જ્ઞાન, દર્શન, સમ્યકત્વ, સ્વાચરણ, વીર્ય, સ્વભોગાદિ ગુણો અજ્ઞાન, અદર્શન, મિથ્યાત્વ, પરાચરણ, નિર્બલ, પરભોગાદિ એ રીતે વિકારરૂપે પરભાવ થયા, પણ જેમ જેમ કાલલબ્ધિ પામીને તે પરભાવ ક્ષય થતો ચાલ્યો, સ્વભાવ પ્રગટ થતો ચાલ્યો, તેમ તેમ એમ થતાં થતાં જે કાલે તે પરભાવ સર્વથા નાશ પામી ગયો, તે સમયે સર્વથા અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતસુખ, અનંતવીર્યાદિ, અનંતગુણો કેવલ નિજરૂપે પ્રગટયા, સર્વથા પોતાના રૂપે થયા, અન્યથા રૂપ નાશ થઈ ગયું, ગુણોનું નિજરૂપ જ સર્વથા સાક્ષાત્ રહ્યું, વળી કથંચિત્ અન્યનો સંબંધ ગયો, સાક્ષાત્ નિજજાતિરૂપ થયું, તેને આત્માના એવા ગુણોનો પરમભાવ જાણવો. વળી તે કાલે સાક્ષાત તે ગુણોનું પરિણમન-પર્યાયો-એક સમયના સૂક્ષ્મ કાલે પગુણી હાનિવૃદ્ધિથી સ્વસ્વરૂપે થયા તે પર્યાય સાક્ષાત્ કેવલરૂપ ઊપજ્યા. આવું પગુણહાનિવૃદ્ધિરૂપ સૂક્ષ્મ પર્યાયનું સ્વસ્વરૂપ તેને પણ આત્માનો પરમસ્વભાવ કહેવામાં આવે છે.
વળી, જ્યારે પુદ્ગલવર્ગણાના ઊઠવા-બેસવાના નિમિત્તથી જીવ દ્રવ્યના પ્રદેશોના કાયાદિયોગ સંકોચ-વિસ્તારરૂપ કંપતા હતા અને જ્યારે તે કાયાદિ પુદ્ગલવર્ગણાનો સર્વથા નાસ્તિ (અભાવ) થયો ત્યારે જીવદ્રવ્યના પ્રદેશો વજવત્ સર્વથા સાક્ષાત નિપ્રકંપસ્વભાવરૂપ થયા, એવો પણ આત્માનો પરમસ્વભાવ જાણવો. એવી રીતે ત્રણેય દ્રવ્ય, ગુણ, પર્યાય નિષ્કલ (સંપૂર્ણ) સર્વથા
Please inform us of any errors on rajesh@AtmaDharma.com