________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૦
આત્માવલોકન ભાવાર્થ - કહેવામાં તો એક જાદું રૂપ લઈને કહેવામાં આવે છે પરંતુ તે જ એક ગુણરૂપ છે, તે જ સર્વરસરૂપ છે. વળી જો કોઈ આમ જ માને કે એક રૂપમાં બીજાં રૂપ નથી, એક જ છે, તો ત્યાં અનર્થ ઊપજે. જેમકે-એક જ્ઞાનગુણ છે, તે જ્ઞાનમાં અન્ય ગુણનું રૂપ નથી, એમ જો માને તો તે પુરુષે તે જ્ઞાનને ચેતન વગરનું, અસ્તિત્વ, વસ્તુત્વ, જીવત, અમૂર્તાદિ સર્વ વગરનું માન્યું, તેમ તો માનો; પરંતુ એમ માનતાં તે જ્ઞાનગુણ કેવી રીતે રહ્યો? કેમ કરીને રહ્યો? તે ન રહ્યો. તેથી અહીં આ વાત સિદ્ધ થઈ કે એક એક ગુણરૂપ જે છે, તે સર્વ સ્વરસ છે. એ રીતે સર્વ સ્વરસને પણ નિશ્ચય કહેવામાં આવે છે.
વળી કોઈ દ્રવ્ય કોઈ દ્રવ્ય સાથે ન મળે, કોઈ ગુણ કોઈ ગુણ સાથે ન મળે, કોઈ પર્યાયશક્તિ કોઈ પર્યાયશક્તિ સાથે ન મળે, એ રીતે જે અમિલનભાવ, તેને પણ નિશ્ચય કહેવામાં આવે છે.
તે જ કાલમાં, તે જ વિધાનથી નિયમથી થાય છે, તેમને ઇન્દ્ર તથા જિનેન્દ્ર તીર્થંકરદેવ કોઈ પણ નિવારી (અટકાવી, ટાળી) શક્તા નથી.
સ્થાભી ક્રાતિ.કેથીની પહાડી
(રાગ માઠ.) जो जो देख्यो वीतरागने सो सो होसी वीरा रे। बिन देख्यो होसी नहिं क्यों ही, काहे होत अधीरा रे ।।१।। समयो एक बढे नहिं घटसी, जो सुखदुःखकी पीरारे। तूं क्यों सोच करै मन कूडो, होय वज्र ज्यों हीरारे ।।२।।
બ્રહ્મ વિલાસ, પરમાર્થપદ પંક્તિ ૨૨ મી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com