________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૪
આત્માવલોકન વસ્તુની અતિરૂપ વિધિથી અને નાસિરૂપ અવિધિથી ભેદ કરવા, એક વસ્તુનાં દ્રવ્ય, સત્ત્વ, પદાર્થ, ગુણી, પર્યાયી, અન્વયી, અર્થ, નિત્ય એવા એવા નામભેદ કરવા. એક જીવના આત્મા, પરમાત્મા, જ્ઞાની, સમ્યકત્વી, ચારિત્રી, સુખી, વીર્યમાન, દર્શની, સિદ્ધવત ચેતન, ચિદાનન્દ, ચિત્-દર્શન-જ્ઞાન-ચારિત્ર, કેવલી, સર્વજ્ઞ, સર્વદર્શી, સુખી, મતિજ્ઞાની, શ્રુતજ્ઞાની, એ રીતે નામભેદ કરવા, જ્ઞાન, બોધ, જ્ઞપ્તિ એવા જ્ઞાનના નામભેદ કરવા, સમ્યકત્વ, આસ્તિય, શ્રદ્ધાન-નિયતપ્રતીતિ-યત્ (જે), તત્ (તે), એતત્ (આ) એવા સમ્યકત્વના નામભેદ કરવા, અને ચારિત્ર, આચરણ, સ્થિર-વિશ્રામ, સમાધિ, સંજમ, સંયમ, એકાન્તમગ્ન, સ્થગિત અનુભવન, પ્રવર્તવું એવા ચારિત્રના નામભેદ કરવા સુખ, આનન્દ, રસ, સ્વાદ, ભોગ, તૃપ્તિ, સંતોષ એવા સુખના નામભેદ કરવા, વીર્યબલ, વીર્યશક્તિ, ઉપાદાન, તેજ, ઓજ (પ્રતાપ) એવા વીર્યના નામભેદ કરવા, વિકાર, વિભાવ, અશુદ્ધ, સમલ, પરભાવ, સંસાર, આશ્રવ, રંજકભાવ, ક્ષણભંગ, ભ્રમ એવા એક અશુદ્ધના નામભેદ કરવા, એ પ્રમાણે અન્ય કોઈ એકમા એવા નામમાત્રથી ભેદ કરવા (એ સર્વભેદભાવ વ્યવહાર નામ.) .
એક જ્ઞાનના મતિ-શ્રુત-અવધિ-મન:પર્યય-કેવલપર્યાયથી ભેદ કરવા. એ રીતે અન્ય ગુણોના ભેદ કરવા. જ્ઞાન, દર્શન, ચારિત્ર વગેરે એક એક ગુણના કતિપય, થોડું, જઘન્ય, ઉત્કૃષ્ટથી પરિણતિભેદ કરવા, એકના અનેકથી ભેદ કરવા, એક વસ્તુના નિશ્ચયવ્યવહારપરિણતિથી ભેદ કરવા-એવી એવી રીતે એકના ભેદ કરવા, તે સર્વ ભેદભાવ વ્યવહારનામ પામે.
ગુણ બંધાયો, ગુણ છૂટયો, દ્રવ્ય બંધાયું, દ્રવ્ય છૂટયું, એવા એવા સર્વ ભાવોને પણ વ્યવહાર કહેવો. વળી વિકાર કાલભાવના વશે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com