________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
વ્યવહાર વર્ણન
૨૩
અથવા સર્વ દ્રવ્યના પરિણામ પરિણમવામાં કાલની વર્તનાનું સહકારી થવું, વળી પુદ્ગલાદિની ગતિ વડે કાલદ્રવ્યના પ્રમાણનું પરિમાણ ઉપજાવવું છએ પરય જ્ઞાન વિષે, જ્ઞાન છએ પરજ્ઞય વિષે, જ્ઞાનદર્શનગુણની એક એક શક્તિ એક એક સ્વપર શેયભેદ પ્રત્યે લગાવી એવા એવા ભાવો, વળી પરસ્પર સર્વદ્રવ્યોના મેળાપ થવાએવા એવા પર્યાયના ભાવો, વળી વિકાર ઊપજ્યો, સ્વભાવનો નાશ થયો, વળી સ્વભાવ ઊપજ્યો, વિકારનો નાશ થયો, જીવ ઊપજ્યો, જીવ મર્યો, આ પુદ્ગલો સ્કંધરૂપ થયાં કે કર્મરૂપ થયાં કે અવિભાગી પુદ્ગલ થયાં, સંસારપરિણતિ નાશ પામી, સિદ્ધ પરિણતિ ઉપજી, વળી મોહ, અંતરાયકર્મની રુકાવટ નાશ પામી, અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતસ્વચારિત્ર, અનંતવીર્ય ખૂલ્યાં, મિથ્યાત્વ ગયું, સમ્યકત્વ થયું, અશુદ્ધતા ગઈ, શુદ્ધતા થઈ, પુદ્ગલથી જીવ બંધાણો, જીવનું નિમિત્ત પામીને પુદ્ગલ કર્મરૂપ થયું, જીવે કર્મનો નાશ કર્યો, આ આ ઊપસ્યું, આ આ વિણસ્યું, તે ઊપસ્યું, તે વિણસ્યું-એવા એવા પર્યાયના ભાવો, –એવા એવા ઊપજતા વિણસતા પર્યાયના ભાવો-સર્વ વ્યવહાર નામ પામે.
વળી એક આકાશના લોક-અલોક ભેદ કરવા, કાલની વર્તનાના અતીત, અનાગત, વર્તમાન ભેદ કરવા, એ પ્રમાણે અન્ય (વસ્તુના ભેદ કરવા) વળી એક વસ્તુના દ્રવ્ય, ગુણ અને પર્યાયથી ભેદ કરવા, એક સના ઉત્પાદ, વ્યય, ધ્રૌવ્યથી ભેદ કરવા, એક વસ્તુના કર્તા, કર્મ, ક્રિયાથી ભેદ કરવા, એક જીવવસ્તુના બહિરાત્મા, અંતરાત્મા, પરમાત્મા એવા ભેદ કરવા, એક દ્રવ્યસમૂહના અસંખ્યાતા કે અનંત પ્રદેશથી ભેદ કરવા, એક દ્રવ્યના અનંતગુણથી ભેદ કરવા, એકગુણના અનંતશક્તિથી ભેદ કરવા, એક પર્યાયના અનંતપરિણામથી ભેદ કરવા, એક
Please inform us of any errors on rajesh@AtmaDharma.com