________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
વ્યવાર વર્ણન
૨૫ સ્વભાવને છોડી દ્રવ્ય-ગુણ-પર્યાયને અન્ય ભાવે કહેવા. જ્ઞાનીને અજ્ઞાની, સમ્યત્વીને મિથ્યાત્વી, સ્વસમરીને પરસમણી, સુખીને દુઃખી, અનંતજ્ઞાન-દર્શન-ચારિત્ર-સુખ-વીર્યને કતિપયરૂપે (અંશરૂપે, અલ્પરૂપે ) કહેવું. - (એ સર્વ વ્યવહારનામ પામે.) જ્ઞાનને અજ્ઞાન, સમ્યકત્વને મિથ્યાત્વ, સ્થિરને ચપલ, સુખને દુ:ખ, ઉપાદેયને હેય, અમૂર્તિકને મૂર્તિક, પરમશુદ્ધને અશુદ્ધ, એકપ્રદેશી પુદ્ગલને બહુપ્રદેશી, પુદ્ગલને કર્મપણું, એક ચેતનરૂપજીવને માર્ગણાગુણસ્થાનાદિ યાવત્ પરિણતિથી નિરૂપવાં વળી એક જીવને પુણ્ય-પાપ-આશ્રવ-સંવરનિર્જરા–બંધ-મોક્ષપરિણતિથી નિરૂપવો. વળી જેટલા કોઈ વચનપિંડથી કથનો છે, તે સર્વ વ્યવહાર જાણવો. વળી જે આત્માથી, જે અન્ય (નોખું), તે બધાયને વ્યવહાર કહેવો. એવી એવી રીતે સ્વભાવથી જે અન્યભાવ દેખાય, જણાય તે સર્વ વ્યવહાર નામ પામે. વળી એક સામાન્યથી-સમ્મચયથી વ્યવહારનો આટલો અર્થ જાણવો આટલો જ વ્યવહાર જાણવો કે “વસ્તુ સાથે જે ભાવનો અવ્યાપકરૂપ સંબંધ હોય, વ્યાપ્યવ્યાપક એકમેકસંબંધ ન હોય, તે વ્યવહાર નામ પામે.” આવું વ્યવહારભાવનું કથન દ્વાદશાંગમાં ચાલે છે, તે જાણવું.
|| ઇતિ વ્યવહાર ||
Please inform us of any errors on rajesh@AtmaDharma.com