________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગુરુ-અધિકાર: છે ત્યારે તેઓ બીજુ બધું દૂર કરીને જીવનું એક નિજસ્વરૂપ “વીતરાગ' તેને જ વારંવાર કહે છે. તેમને બીજો કશોય અભ્યાસ નથી, આ જ અભ્યાસ છે. પોતે પણ અંતરંગમાં પોતાને વીતરાગરૂપ અભ્યાસે છે. વળી બાહ્યમાં પણ જ્યારે બોલે છે ત્યારે “આત્માનું” વીતરાગસ્વરૂપ” આ જ બોલ બોલે છે. આવો “વીતરાગ” નો ઉપદેશ સાંભળતાં જ આસન્ન ભવ્યને નિસંદેહપણે વીતરાગ નિજસ્વરૂપની સૂધ (ભાન ) થાય છે–એમાં સંશય નથી. તેવા સાધુનેજેમની વાણીમાં આવું વીતરાગ” નું જ કથન છે-તે જૈન સાધુને જ -આસન્નભવ્ય ગુરુ કહે છે કારણ કે બીજો કોઈ પુરુષ આવા તત્ત્વનો ઉપદેશ કહેતો નથી, તેથી આ પુરુષને જ ગુરુની પદવી શોભે છે, અન્યને શોભતી નથી, એમ નિ:સંદેહપણે જાણવું.
Tો ઇતિ ગુરુ- અધિકારઃ |
Please inform us of any errors on rajesh@AtmaDharma.com