________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્માવલોકન
સર્વનું તાત્પર્ય આ છે કે જે પરિણામ પૌદ્ગલિક ઇન્દ્રિયના રાહના આશ્રયે પ્રવર્તે તે ઇન્દ્રિયસંજ્ઞા પામે અને એવી જ રીતે પરિણામોને મનસંજ્ઞા થવાનું જાણી લેવું. એવી રીતે તો આ પરિણામભાવોને ઇન્દ્રિયસંજ્ઞા કહી હવે અતીન્દ્રિય સંજ્ઞા કોને કોને છે તે કહેવામાં આવે છે.
૧૫૨
જીવના જે પરિણામ ક્ષયોપશમા દિ વિના એક સાવ૨ણંદ ભાવરૂપે પ્રવર્તે છે તે પરિણામોને અબુદ્ધસંજ્ઞા છે. ( અબુદ્ધસંજ્ઞાથી કહેવામાં આવે છે.) તે પરિણામોને અબુદ્ધસંજ્ઞા ( પણ ) છે ( અને ) અતીન્દ્રિય સંજ્ઞા પણ કહેવામાં આવે છે. વળી જ્યારે જે કાલે સમ્યગ્દષ્ટિના સમ્યગ્ મતિશ્રુતિપરિણામ ઇન્દ્રિયમનના ભાવથી રહિત થઈ સ્વરૂપ-અનુભવરૂપ થાય છે (સ્વરૂપને અનુભવે છે) ત્યાંસુધી તે અનુભવપરિણામો પણ અતીન્દ્રિયસંજ્ઞાને પામે છે અને જ્યારે કેવલજ્ઞાન, કેવલદર્શનાદિરૂપ જીવ થાય છે ત્યારે જીવના કેવલરૂપ પરિણામોને પણ અતીન્દ્રિય કહેવામાં આવે છે. એવી જ રીતે પરિણામોને અતીન્દ્રિયસંજ્ઞા યથાસ્થાને જાણી લેવી.
વળી જે કિંચિત્ કિંચિત્ વસ્તુઓનાં લક્ષણને સાધે તે જ્ઞાનદર્શનભાવને પરોક્ષ કહેવામાં આવે છે.
વળી પ્રત્યક્ષના ચાર ભેદ છે–જ્યારે આ સંસારી જીવ સુખદુ:ખ બુદ્ધિપૂર્વક ભોગવે છે ત્યારે ઉપયોગ તે ભોગને બુદ્ધિપૂર્વક પ્રગટ જાણે દેખે છે તેને સુખદુઃખનું વેદન કહેવામાં આવે છે. વળી જ્યારે મતિશ્રુતિ સ્વરૂપ-અનુભવરૂપ થાય છે ત્યારે તે સમયે ‘આ હું ચેતનવ્યાપ્યવ્યાપક વસ્તુ' એવો પ્રત્યક્ષ પ્રગટ જાણવા-દેખવારૂપ મતિશ્રુતિઉપયોગ ભાવ છે તેને નિસંદેહ અનુભવપ્રત્યક્ષ કહેવામાં આવે છે, સ્વસંવેદનપ્રત્યક્ષ કહેવામાં આવે છે. કેવલજ્ઞાન, કેવલદર્શનાદિ થતાં તો તે કેવલને સલ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com