________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાત્મપ્રાપ્તિની રીતિ ૧૫૧
(વૈરાગ્યનું લક્ષણ.) रागद्वेषखेदरहितं उदासीनभावज्ञानसहितं तत् वैराग्यं ।।८।।
અર્થ - રાગ, દ્વેષ, ખેદરહિત, જ્ઞાનસહિત ઉદાસીન ભાવ થવો તે વૈરાગ્ય કહેવાય છે.
(ઘર્મનું લક્ષણ.) निजवस्तुस्वभावो धर्मः तदेव [ स एव ] धर्मः।।९।। અર્થ - વસ્તુનો નિજ સ્વભાવ જ ધર્મ છે તેથી તેને જ ધર્મ
કહે છે.
(શુદ્ધનું લક્ષણ.) रागादिविकाररहितो शुद्धः ।। १० ।। इत्यादि निश्चयाः चेतनजा।।
અર્થ - રાગાદિ વિકાર રહિત જ શુદ્ધનું લક્ષણ છે. ઇત્યાદિ ચેતનજનિત નિશ્ચય લક્ષણો છે.
(ઇતિ છદ્મસ્થની પરમાત્મ લાભની સકલ રીતિ આટલી.)
*****
(અથ જીવભાવવચનિકા). પુગલના પાંચ ઇન્દ્રિયરૂપ જે બનેલા આકાર તે આકાર સ્થાનોમાં રહેલો ક્ષયોપશમ પ્રવર્તે છે અને જેવી જેવી પૌદ્રલિક ઇન્દ્રિય નામ ધારણ કરે છે તેવી જ રીતે જીવના જે જે ક્ષયોપથમિક ચેતન પરિણામ પ્રવર્તે, તે તે ચેતનપરિણામો ઇન્દ્રિયોનો આશ્રય કરીને ઉધત થઈ જેવી રીતે પ્રવર્તે તેવી તેવી રીતે પુદ્ગલસ્કંધોના એક એક ગુણને દેખું-જાણે અને તે માર્ગે તેવા જ સુખદુ:ખને વેદે છે તેથી તે ચેતન પરિણામોએ ઇન્દ્રિસંજ્ઞા ધારી.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com