________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫૦
આત્માવલોકન મનું તપ તવેવ તપ: રૂપા
અર્થ :- શરીર, પરિગ્રહ, ભોગ, કુટુંબ, ઇષ્ટમિત્ર, શત્રુરૂપ પરયોને છોડવા અથવા તેનામાં મમતા રહિત પરિણતિ થવી તથા તેનામાં તૃષ્ણા રહિત થવું અને પોતાના સ્વભાવમાં સ્થિરતા થવી એવી તપસ્યા જ તે તપ કહેવાય છે.
(ભાવનાનું લક્ષણ) यत् निजस्वभावस्य अनुभावनं तदेव [ सर्व] भावना।।४।।
અર્થ - પોતાના સ્વભાવની વારંવાર ભાવના કરવી (પોતાના સ્વભાવનું વારંવાર ચિંતન કરવું) તે જ ભાવના કહેવાય છે.
(વ્રતનું લક્ષણ) यत् इन्द्रियमनभोगादिभ्यः संवरणं परिणामानां तत् व्रतम्।।५।।
અર્થ - ઇન્દ્રિય, મન અને ભોગાદિકની તરફ જતાં પોતાના પરિણામોને રોકવા તે વ્રત કહેવાય છે.
(દયાનું લક્ષણ) यत् निजस्वस्वभावं विकारभावेन न घातयति न हिनस्ति, निजस्वभावं पालयति तदेव | सैव ] दया।।६।।
અર્થ - વિકારમય પરિણામો દ્વારા પોતાના નિજસ્વભાવનો ઘાત ન કરવો તથા પોતાના સ્વભાવનું પાલન કરવું તે જ દયા છે.
(યતિ અને શ્રાવકનું લક્ષણ). सर्वइन्द्रियभोगेभ्यः देहादिपरिग्रहममत्वत्यजनं तत्। [स] यतिः। किंचित् त्यजनं श्रावकः।।७।।
અર્થ :- સમસ્ત ઇન્દ્રિયોના ભોગોથી અને શરીરાદિ પરિગ્રહથી સર્વમાં મમતા રહિત થવું તે યતિનું લક્ષણ છે. એનામાં એકદેશ મમત્વનો ત્યાગ હોવો તે શ્રાવકનું લક્ષણ છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com