________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
જીવભાવવચનિકા
૧૫૩
પ્રત્યક્ષ એવું નામ કહેવામાં આવે છે. વળી અવધિજ્ઞાન, મનઃ પર્યાયજ્ઞાન કિંચિત્ કિંચિત્ જ્ઞેયોને પ્રગટ જાણે-દેખે છે. તેને દશપ્રત્યક્ષ કહેવામાં આવે છે. ચારિત્રપ્રત્યક્ષ યથાસ્થાને જાણવું.
[ अथ छद्मस्थिनां परमात्मप्राप्तेः सफला रीतिः एतावत् एकांतेन अस्ति ]
(હવે છદ્મસ્થજીવોની પરમાત્મપ્રાપ્તિની સફલ રીતિ એકાંતથી આટલી છે )
અહીં એક તાત્પર્યની વાત સાંભળી લે હું છદ્મસ્થી, તે વાત કર્યે ઘણો નફો ( ફાયદો, લાભ ) સ્વયં સિદ્ધ થાય છે તારે માટે કાર્યકારી વાત આટલી જ છે. તારા કાર્યને સુધારવાવાળી વાત આટલી આ છે. હવે તે શું?
પ્રથમ દૃષ્ટાંત :- જેવી રીતે દર્પણ અને સ્વચ્છતાનો એક તાદાત્મ્ય ભાખવ્યાપક છે-એક (માત્ર કેવલ) વ્યાપ્યવ્યાપક જ છે તે દર્પણ સ્વચ્છતાનો નિખાલસ (નિર્મળ ) કેવલ જે એક પિંડ બંધાયો છે તે પિંડના બંધાવવામાં બીજું કાંઈ પણ મળ્યું નથી, એક કેવલ સ્વચ્છતાનો દર્પણપિંડ બંધાયો છે. તે તો તાદાત્મ્યવ્યાપ્યવ્યાપક અંગ છે. વળી તેની તે એક સ્વચ્છતા તીક્ષ્ણ, ઉજળી પ્રતિબિંબાકારરૂપ થાય છે તે વ્યાપ્યવ્યાપક અંગ જાણવું. તેથી દર્પણને તાદાત્મ્યવ્યાપ્યવ્યાપક અંગથી દેખવામાં આવે તો તે એક સ્વચ્છતાનો જ પિંડ છે, તે અપેક્ષાએ તેમાં અન્ય કાંઈ નથી અને તે સ્વચ્છતાનો ભાવ જેમ છે તેમ છે. ઇતિ.
તેવી રીતે ચેતનપરિણામ તમે દેખો. તાદાત્મ્યવ્યાપ્યવ્યાપકરૂપે તો નિખાલસ (નિર્મળ ) કેવલ એક ચેતનાવસ્તુનો જ પિંડ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com