________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪૫
દષ્ટાંત પરાનુસારી ભાવો દેખ્યા છે. તેથી આ પરિણામોએ પરભાવને પણ પોતાની શક્તિથી જુદા કર્યા. તેમને જુદા કરતાં જ વળી તે પરિણામોએ જ્ઞાતાદષ્ટાદિ લક્ષણમય ચેતનસ્વભાવને પ્રત્યક્ષ, –સાક્ષાત્ દેખ્યો-જાણ્યો તે પરિણામો તે સ્વભાવસભુખ સ્થિર થયા, ત્યાં તેમણે વિશ્રામ લીધો, તે વિશ્રામ લેતાં, તે પરિણામોને અપૂર્વ સુખ ઊપજ્યુ. તે પરિણામો આકુલતાથી શાંત (હિત) થયા થકા ચયનરૂપ (ચેનરૂપ, સુખશાંતરૂપ, આનંદરૂપ) થયા થકા અપૂર્વ શોભવત થયા થકા અને પ્રભુતારૂપે ઉધત થયા થકા તે સ્વભાવને પ્રાપ્ત થયા.
સર્વનું તાત્પર્ય એ છે કે તે પરિણામોની કથા વચન વડે ક્યાં સુધી કહીએ? એ રીતે આ પરિણામો સ્વભાવને પામીને કેટલોક કાળ રહ્યા. વળી તે પરિણામો વિશ્રામરૂપ સ્વભાવની સેવાથી છૂટી જાય અને પાછા તે જ પરદ્રવ્યલોકમાં જ આવે. તેમાં પણ આવીને પરિણામો તે પરદ્રવ્યલોકનું અવલંબન, તેમની સેવા તો કરે, વળી તે સેવાથી સુખીદુ:ખી પણ થાય; પરંતુ તે પરિણામો આ રીતે જાણે. દેખે ક-અમારું આ અવલંબન નીચ એવા પરદ્રવ્યના જ્ઞયને જ અવલંબે છે, અમે આની સેવા કરવાને લાયક નથી, અમને તે એક ચેતનભાવની સેવા શોભે છે. આ સર્વ શેય-દશ્ય પરદ્રવ્ય તે એક ચેતનસ્વભાવરાજાની રૈયત છે. તેથી હવે આ પરિણામો આ પરદ્રવ્યરૂપ શેયરૈયતને જ્ઞાતાદ્રષ્ટાલક્ષણમય જે ચેતનસ્વભાવ રાજા તે રાજાનારૂપે ન દેખે, ન જાણે. આ પરદ્રવ્યને હવે નિસંદેહુ તે ચેતનરાજાની એક કેવલ શેયરૂપરૈયત જાણે છે.
વળી હવે આ પરિણામો આ પરદ્રવ્યને જ અવલંબે છે. પરંતુ આ પરિણામોએ તે ચેતનસ્વભાવના જ્ઞાતા
Please inform us of any errors on rajesh@AtmaDharma.com