________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪૪
આત્માવલોકન કોઈ લક્ષણ ન દેખ્યું. તેથી તે અધર્મનગરને પણ છોડી વળી આગળ વર્તના નિમિત્તરૂપ કાલદ્રવ્યને ગુણપર્યાયાદિ લક્ષણોથી જાદુ દેખ્યું. પરંતુ તેમાં પણ સ્વભાવરાજાનું કોઈ લક્ષણ ન દેખ્યું, તેથી તે કાલદ્રવ્યને પણ છોડી આગળ વર્ણાદિરૂપ પુગલદ્રવ્યને ગુણપર્યાય લક્ષણથી જાદું દેખ્યું પરંતુ તેમાં પણ સ્વભાવ રાજાનું કોઈ લક્ષણ ન દેખ્યું તેથી તે પુગલદ્રવ્યને પણ છોડી દીધું.
એવી રીતે તે પરિણામોએ પાંચ દ્રવ્ય તો દેખ્યા પરંતુ સ્વભાવરાજાનું નામમાત્ર પણ ન દેખ્યું, તેથી એમને છોડી દીધા. આગળ તે પરિણામો આ જીવ નામના દ્રવ્યનગર સુધી આવી પહોંચ્યા. ત્યાં આ પરિણામોએ આ કોટરૂપ નોકર્મસ્કંધને દેખ્યા. જે દેખ્યું તે બધુંય નિસંદેહ પુદગલ દ્રવ્યનું બન્યું છે. તેમાં તો સ્વભાવનું કોઈ લક્ષણ નથી, તેથી આ નોકર્મને છોડી વળી તેની અંદર પરિણામો ગયા. ત્યાં દેખ્યું કે આઠ કર્મ, નવતત્ત્વ, કાર્મણસ્કંધની મંડલી-વસ્તીવસે છે. તે વસ્તીમાં દેખ્યું તો કેવલ પુદ્ગલદ્રવ્યની સર્વ જાતિ વસે છે. વળી તેઓ તેમની અંદરોઅંદર લેવડ દેવડ, સંબંધ, સગાઈ, લડાઈ, પ્રીતિની ક્રિયા કરે છે. એવી રીતે તે વસ્તીમાં પણ નિસંદેહ સ્વભાવનું કોઈ અંગ ન દેખ્યું. તેથી પુદ્ગલજાતિની તે કર્માદિ વસ્તીને છોડી એ પરિણામો આગળ ગયા. ત્યાં દેખ્યું કે પહેલાં પુદ્ગલજાતિની કર્માદિ સંજ્ઞા જેવી રીતે હતી તે અનુસારેજ તે તે જાતિની સંજ્ઞાધારક ચેતનપરિણામભાવની વસ્તી છે. પરંતુ તે સર્વ ભાવોની જાતિ ચેતનપરિણામ જ છે, તેથી તે સર્વ ભાવ ચેતન ચેતનના (રૂપના) જ નામધારી થયા છે. તે બધાએ ચેતનના રૂપ જેવી ભાષા ધારી છે. એવી જીવપરિણામભાવોની જાતિ દેખીને જે સાવધાનીથી દેખવામાં આવે તો આ ભાવોમાં સ્વભાવ નથી, તેને તો પરનાં નકલી ભાવો દેખ્યા (તેને તો
Please inform us of any errors on rajesh@AtmaDharma.com