________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દિષ્ટાંત
૧૪૩ પર છે પરંતુ તમે એમને ઉચ્ચ એવું સ્વ માનીને બહુ નીચ થયા છો.
હે ભવ્ય પરિણામો! જે કોઈ ઊંચ એવું સ્વ તેને તમે કદી પણ દેખ્યું નથી, જાણ્યું પણ નથી, સેવ્યું પણ નથી તેથી તેને તમે યાદ ક્યાંથી રાખો?
વળી હવે જે, તે સ્વભાવને દેખો, જાણો અને સેવા કરો તો તે તમને સ્વયં યાદ પણ રહેશે, તો તમે સુખી થશો, અયાચી (માગ્યા વિના) લક્ષપતિ થશો અને તમે પોતાની (તમારી) લક્ષ્મીથી પ્રભુ થશો. એવી રીતે સાંભળવાથી વળી તે ભવ્ય પરિણામોને તે નિજસ્વભાવને દેખવા, જાણવા, સેવવાની અપૂર્વ મહાચિ ઉપજી અને
ત્યારે જ તે પરિણામોએ તેમને (જ્ઞાતે નરને) પૂછ્યું કે તે નિજસ્વભાવને કઈ રીતે ક્યાં દેખવો, ક્યું સ્થાન છે, તે બધી રીતિ કહો. ત્યારે તે જ્ઞાતગુરુએ યથાર્થ જેમ છે તેમ રાહ, સ્થાનાદિ ઓળખવાની રીતિ કહી. ત્યારે તેવી તે રીતિને યાદ રાખી. વળી હવે સ્વભાવને દેખવા, સેવવાને તે પરિણામ પુરુષાર્થ કરીને જેવી રીતે આગળ ચાલે છે તે કહેવામાં આવે છે :
પહેલાં તો આ પરિણામે છ દ્રવ્યની સંખ્યા દેખી. ત્યાર પછી અવગાહના નિમિત્તરૂપ એક આકાશ દ્રવ્યને ગુણપર્યાયાદિલક્ષણોથી જુદું દેખ્યું પણ તેમાં સ્વભાવ રાજાનું કોઈ લક્ષણ ન દેખ્યું. તેથી તે આકાશદ્રવ્યને છોડી આગળ ગતિના નિમિત્તરૂપ ધર્મદ્રવ્યને ગુણપર્યાયાદિલક્ષણોથી જાદું દેખ્યું પરંતુ તેમાં પણ સ્વભાવરાજાનું કોઈ લક્ષણ ન દેખ્યું. તેથી તે ધર્મદ્રવ્યને પણ છોડી આગળ સ્થિતિના નિમિત્તભૂત અધર્મદ્રવ્યને ગુણપર્યાયાદિ લક્ષણોથી જુદું દેખ્યું. પરંતુ તેમાં પણ સ્વભાવરાજાનું
Please inform us of any errors on rajesh@AtmaDharma.com