________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪૬
આત્માવલોકન દષ્ટાલક્ષણમય મૂર્તિનું પ્રત્યક્ષ શક્તિરૂપ આસ્તિકય, તેની શક્તિરૂપે પ્રત્યક્ષ ઠીકતા (બરાબરપણાની પ્રતીતિ ) કે તેનું શક્તિરૂપે સ્મરણ કરી રાખેલ છે. જોકે આ પરિણામો આ વર્તમાન કાલે ચેતનસ્વભાવને પ્રત્યક્ષ અનુભવરૂપ દેખતા નથી, જાણતા નથી, સેવતા નથી. આ પરિણામો આ કાલે પરદ્રવ્ય તે શેયરૂપ રૈયતને જ દેખે છે, જાણે છે સેવે છે. પરંતુ આ પરિણામોને તે ચેતનસ્વભાવરૂપ જ્ઞાતાદ્રષ્ટામય મૂર્તિ શક્તિરૂપે સદા સાક્ષાત્ તતૂપ યાદ રહે છે.
જેવી રીતે કોઈ પુરુષે કોઈ એક ગ્રંથ ગોખી રાખ્યો છે અને હાલ વર્તમાન કાલમાં ગ્રંથના તે પાઠને દેખતો, જાણતો, ગોખતો, પઢતો નથી. કાં તો સૂવે છે અથવા ખેલે છે અથવા પ્રમાદી થયો છે અથવા અન્ય ગ્રંથ ગોખે છે, વાંચે છે અથવા ખાન, પાન, ગમન, હાસ્ય, સ્નાન, દાન, આદિ ક્રિયા કરે છે તો કોઈ જાણશે કે આ કાલે આ પુરુષે ઘણા ગ્રંથો યાદ કરી રાખ્યા છે, (પરંતુ) આ કાલે તો તે ગ્રંથો આ પુરુષના જ્ઞાનમાં નથી, આ પુરુષને તે ગ્રંથો (આ પુરુષના જ્ઞાનમાંથી) સર્વથા ચાલ્યા ગયા છે (સર્વથા વિસ્મરણ થઈ ગયા છે). પણ એમ તો નથી થયું, આ પુરુષ અન્ય અન્ય જાણવા જાણવાની ક્રિયા કરે છે, ક્રિયામાં પ્રવર્તે છે, ક્રિયાને અભ્યાસે છે પરંતુ તે ગ્રંથ યાદશક્તિમાં બરાબર શક્તિરૂપે વિધમાન છે અને તેના જાણવામાં ( જ્ઞાનમાં) છે, તે ગ્રંથ તે પુરુષમાંથી (તે પુરુષના જ્ઞાનમાંથી) ક્યારે પણ જતો નથી. વળી જ્યારે તે ગ્રંથને ભણે છે ત્યારે તે ગ્રંથની યાદશક્તિથી જ સારી રીતે ભણે છે. તે મુખપાઠનું, તે સુખ લે છે. બીજાં વળી, તે ગ્રંથની યાદશક્તિનો આ ગુણ (લાભ) છે કે તેને અન્ય ગ્રંથના પાઠ પઢવા સાથે મેળવી દેતો નથી. આ તો તે ગ્રંથની યાદશક્તિનો ગુણ છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com