________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪૦
આત્માવલોકન તરીકે રાજા કહેવરાવે છે. ત્યાં બધા રાજાના જેવી દીપ્તિવાળા છે, તું સાવધ રહેજે, હોશીયાર રહેજે, ત્યાં તે જાતિને-ભલી રીતે ઓળખી રાખજે, તેમના ધક્કા સહન કરજે. તેમની દૂર દીપ્તિ દેખીને ડરીશ નહીં, તેમનાથી નિઃશંક રહેજે અને મનની રુચિ રાજાને દેખવાની રાખજે. પરંતુ તેમને રાજા રાજા કહેવાથી તું એમને રાજા માની ભરમાઈ ન જતો, રાજા માની તેમની સેવામાં લાગી જતો નહિ પરંતુ એમને સારી રીતે દેખી ઓળખી રાખજે. તું પણ વળી એમને દેખતાં અને છોડતાં, દેખતાં છોડતાં આગળ ચાલ્યો જજે. વળી આગળ જ્યાં એ સભાના લોક પૂરા થયા ત્યાં એ બધાને તું પાછળ છોડી (આગળ) ગયો ત્યારે તો તેમનો ભય મટયો. આગળ જ્યાં સિંહાસન, છત્ર, ચામર, મુકુટરૂપ લક્ષણો આવશે, ત્યાં તે લક્ષણોને તું ભલી રીતે દેખી લે, જાણી લે, અને યાદ રાખી લે. એવા તેમને તું જાણીને વળી તે મુકુટાદિ લક્ષણોથી સંયુક્ત, પરમ દીપ્તિવાળો, સૌમ્યાદિ સુંદર મૂર્તિવાળો જે નર બિરાજમાન છે તેને તું રાજા દેખ, જાણ. વળી ત્યારે જ તે રાજાના લક્ષણ સૂરત મૂર્તિ હૃદયની અંદર યાદ રાખી લે. કારણ કે તે યાદગીરીથી અન્ય નરને વળી દેખીને તે પ્રતિ રાજાની શંકા ક્યારેય પણ ઊપજશે નહિ. એવી રીતે તને જ્યારે નરરાજા દેખાશે ત્યારે તેને દેખતાં જ તને અપૂર્વ પરમાનંદ આવશે, અને તું કોઈ અપૂર્વ નરને દેખીશ અને તે નરરાજાને દેખતાં જ તારા મનમાં કોઈ ઉમંગ ઊઠશે અને તું દેખતાંજ તેમાં મગ્ન થઈ જઈશ.
તું જ ત્યાંની રીતિ દેખીશ, મારા કહેવાથી શું પ્રયોજન છે? વળી તે રાજાની સેવા આટલી જ કે તેના સન્મુખ મગ્ન રહેવું, આમ તેમ ન થવું ( અર્થાત્ ઉપયોગને જરા પણ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com