________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દષ્ટાંત
૧૩૯ હે જ્ઞાનર, તે રાજા ક્યાં છે? અને (એને) શી રીતે ઓળખીએ? અને શી રીતે તેની સેવા કરીએ? અને શી રીતે તે મારા જેવાને પણ પ્રભુ બનાવશે? એ વાત મને બતાવો. કારણ કે તમારામાં આ હાલ વીત્યો છે, તેથી તમે આ મૂલ વાત બતાવો. ત્યારે તે જ્ઞાતનર બોલ્યો-હું તો આ વાતની વાત (મૂળવાતો કહીશ. પરંતુ તારે આ રીતે ઉદ્યમી થવું પડશે. પણ તું થઈશ, કારણ કે તારી તીવ્ર રુચિ દેખવામાં આવે છે. તો તું ઈલાજ સાભળ :
મિત્ર, હવે પહેલાં તું અહીંથી ઉધમવંત થા, ધીરજવંત થા. આટલીક આ વાત માનીને પછી આ દેશને તું જાણ. પ્રથમ તો આ દેશમાં પાંચ નગર છે-ધર્મ, અધર્મ, કાલ, પુદ્ગલ, જીવ-એ પાંચેના નામ છે. ત્યાં તું તે ચારે નગરના, તે નગરના લોકાચારના તમાશા બરાબર દેખ. તેમની રીતિ યાદ રાખ, પરંતુ ત્યાં બેસી ન રહે. કેમકે તારે રાજા પાસે જવાનું કામ છે, એમનું કાંઈ કામ નથી. એ નગર તને પ્રભુ નહિ બનાવી શકે. વળી ત્યાંથી આગળ તું તે જીવનગરમાં જા. જ્યારે તે નગર તારા દીઠામાં આવે, ત્યાં પહેલાં ઈટ, માટી, પત્થર, ચુનાનો બનેલો કોટ આવશે. તેને ભલી રીતે દેખી તેને પણ છોડીને તું આગળ જજે. ત્યાં આગળ આઠ, સાત આદિ અન્ય લોકજાતિની એક સ્થાને વસ્તી આવશે, તે વસ્તીને ભલી રીતે દેખ. વળી તે જાતિઓના ભિન્ન ભિન્ન રીતિના તમાશા દેખ. વળી તેમને છોડી આગળ ચાલ, ત્યાં પહેલાં આઠ, સાત આદિ નામની અન્ય જાતિની વસ્તી છોડી આવ્યો હતો તેવી જાતિ, કુલ નામની રીતિ ધારણ કરી લોકોની એક સ્થાને બહુ મોટી સભા આવશે, ત્યાં તે લોકોની ઘણી ભીડ છે. વળી તે સભાના સર્વ લોક રાજાનો જ પરિવાર છે. તેથી તે સભાના સર્વ લોકો પણ રાજા
Please inform us of any errors on rajesh@AtmaDharma.com