________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩૮
अथ अन्यत् किंचित् कथ्यते। तावत् दृष्टति ( હવે જે કાંઈ ( સ્વરૂપ ) કહેવામાં આવે છે
તેને દાખલાથી દર્શાવીએ છીએ.)
કોઈ એક દેશ, દેશમાં એક નર, તે નર છત્રીશ પવનની સેવા કરે છે. વળી ત્યાં તે પવનને રાજા તરીકે જાણે, દેખે, સેવે અને યાદ રાખે. એમ જ કરતાં કરતાં તે નરની અવસ્થા ઘણા કાલ સુધી વીતી. એક દિવસ તેને વિચાર આવ્યો, કોઈ જ્ઞાતાપુરુષને કહેવાનું સૂઝયું. તે જ્ઞાતાપુરુષે આમ કહ્યું કે આ છત્રીશ પવન રાજા નથી. વળી એ રાજાનું નગર નથી. તું એમને જૂઠી રીતે રાજા માનીને તેમની સેવા કરે છે. એમને તું રાજા તરીકે જાઠી જ રીતે દેખું-જાણે છે, પરંતુ એ રાજા નથી, એ તો નીચ જાતિ છે. વળી એમને રાજા માની (તું) ઘણો નીચ થયો છે. વળી તેમની સેવાથી તું સદા દરિદ્રી, દુઃખી, ભિખારી રહીશ અને અનાદિથી રહેતો આવ્યો છે, તો તું પોતાને, દેખ અને તે રાજાની સેવાથી તું રાજા જ થઈશ. ધની, અયાચી, સુખી, નીડર, ઉચ્ચ શોભા આદિ ઘણી પ્રભુતા નરની થાય છે. તેને (પવનને) તું રાજા માને છે તો તું અજ્ઞાનથી ભ્રમમાં રહ્યો છે. અમે પણ તારી જેમ, આમ જ ભ્રમમાં પડી ગયા હતા. વળી કોઈ કાલે અમે જ્યારે રાજા પ્રત્યક્ષ દેખ્યો ત્યારે અમારો આ ભ્રમ મટી ગયો. પ્રભુ થવાની આવી વાત સાંભળતાં જ તે પુરુષને (ખરો) રાજા દેખવા, જાણવા, સેવવાની રુચિ થઈ ત્યારે તે નરે તે જ્ઞાતનરને પૂછ્યું :
Please inform us of any errors on rajesh@AtmaDharma.com