________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩૬
આત્માવલોકન પ્રવર્તે છે, ચારિત્રાચરણનો અનુભવ ધારાપ્રવાહી નથી. જઘન્યજ્ઞાનીને અનુભવ કદાચિત્ (ક્યારેક ક્યારેક, કોઈ કોઈવાર) કહેવામાં આવે છે. ત્યાં આ એક વિવરણ છે :
જે સમ્યગ્દષ્ટિ ચોથા ગુણસ્થાનનો છે તેના અનુભવનો કાલ લઘુઅન્તર્મુહૂર્ત સુધી રહે છે અને ફરીને સ્વાનુભવ ઘણા કાલ પછી થાય છે. વળી તેનાથી (અવિરતિ સમ્યગ્દષ્ટિના કાળથી) દેશવ્રતીના અનુભવના રહેવાનો કાળ મોટો અન્તર્મુહૂર્ત છે અને થોડાક કાલ પછી પછી થાય છે. વળી સર્વવિરતિનો સ્વ-અનુભવ દીર્ઘ અન્તર્મુહૂર્ત સુધી રહે છે અને ધ્યાનથી પણ થાય છે અને સાતમાં ગુણસ્થાનમાં બહુ જ થોડા કાલ પછી પછી સ્વ-અનુભવદશા વારંવાર થયા જ કરે છે. વળી સાતમા ગુણસ્થાનથી એ પરિણામ, જે પૂર્વે સ્વ-અનુભવરૂપ થયા હતા તે તો અનુભવરૂપે રહે પરંતુ ત્યાં મુખ્યરૂપે કર્મધારાથી નીકળી નીકળીને સ્વરસસ્વાદના અનુભવરૂપ થતાં ચાલ્યાં. જેમ જેમ પછીનો કાળ આવે છે તેમ તેમ અન્ય અન્ય પરિણામો સ્વાદરસના અનુભવરૂપે વધતાં ચાલે છે. એ રીતે ત્યાંથી અનુભવદશાના પરિણામ વધી વધીને પલટાય છે, તેમ ક્ષણમોહગુણસ્થાન સુધી જાણવું. હું સવિકલ્પના આચરણવાળા, તું એક વાત સાંભળ.
તું દેખ, આ પરિણતિનું વર્ણન કરીને પરિણામોનો સ્વવિકલ્પનિર્વિકલ્પ સ્વ-અનુભવ થયો દર્શાવ્યો તો તું પણ પોતાની પરિણતિ
આ કથન અનુસાર છે કે નહિ ? તે (તુલના કરીને ) દેખ અને જો તું સમ્યગ્દષ્ટિ છે તો આ માફક પોતાની પરિણતિ થતી તે દેખી, તો અમે એક બીજાં કહીએ છીએ તે શું?
તું દેખ, આ સ્વાનુભવદશા સ્વસમરૂપ સ્વસુખ છે, શાંત વિશ્રામ છે, સ્થિરરૂપ છે, કોઈ (અપૂર્વ) કલ્યાણ છે, ચેન
Please inform us of any errors on rajesh@AtmaDharma.com