________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અનુભવ વિવરણ
૧૩૫
છે. આ જ્ઞાનશક્તિને જાણવાનું નામ સ્વસંવેદન કહેવામાં આવે છે. તો જ્ઞાનની આટલી આ સ્વસંવેદનશક્તિ છદ્મસ્થને સાક્ષાત્ પ્રત્યક્ષરૂપ થઈ પ્રવર્તે છે. આ જ્ઞાનશક્તિની પ્રત્યક્ષતાથી કેવલી, શ્રુતકેવલી સરખા છે. આ ભેદ યથાર્થ રીતે (બરાબર ) જાણવો.
એ રીતે જઘન્યસમ્યગ્દષ્ટિની સભ્યતા સવિકલ્પ અને નિર્વિકલ્પના ભેદથી બે પ્રકારે છે. તેથી જઘન્યસમ્યગ્દષ્ટિ આ બન્ને સમ્યકતાથી નિર્બંધ નિરાશ્રવ હોય છે. વળી જ્યારે તે જ્ઞાનદર્શનચારિત્રના પરિણામોથી સ્વસ્વાદરૂપ સ્વાનુભવ થાય ત્યારે તે પરિણામોને આટલા નામસંજ્ઞા ભાવોથી નામ કહો-કોઈ નિર્વિકલ્પદશા કહો, કે આત્મસન્મુખ ઉપયોગ કહો, કે ભાવજાતિ, ભાવશ્રુતિ કે સ્વસંવેદનભાવ, કે સ્વવસ્તુમગ્ન કે સ્વાચરણ, કે સ્વસ્થિરતા, કે સ્વવિશ્રામ કે સ્વસુખ, ઇન્દ્રિયમન-સંજ્ઞાતીતભાવ, શુદ્ધોપયોગ એ સર્વસંજ્ઞાભાવ ઉપચારથી ઇન્દ્રિયમનસ્વરૂપમાં મગ્ન એ રીતે એક જ સંજ્ઞા કહેવામાં આવે છે. સ્વ અનુભવ ઇત્યાદિ અનેક સંજ્ઞાઓ છે પરંતુ એક સ્વસ્વાદરૂપ અનુભવદશા અથવા નિર્વિકલ્પ દશા એ મુખ્ય નામ જાણવું. વળી આ નિર્વિકલ્પ દશા રહેવાનો કાળ તું સાંભળ :
જઘન્ય કે મધ્યમ કે ઉત્કૃષ્ટ અન્તર્મુહૂર્ત સુધી તે પરિણામ સ્વઅનુભવરૂપ પ્રવર્તે છે. અન્તર્મુહૂર્ત પછી પાછા પરિણામ મન-ઇન્દ્રિય સંજ્ઞાધારી થઈ વિકલ્પી થાય છે, ચારિત્ર પરાલંબી થાય છે, ત્યાં પરસ્વાદ આવે છે. એવી રીતે તેઓ સવિકલ્પરૂપ પણ થઈ જાય છે. વળી કેટલાક કાલ પછી પરિણામ પાછા પણ આ સવિકલ્પ ભાવથી રહિત થઈને વળી અનુભવરૂપ થઈ જાય છે. અન્તર્મુહુર્ત પછી પરિણામ પાછું સવિકલ્પરૂપ ધારણ કરે, વળી કેટલાક કાળ પછી પરિણામ સવિકલ્પરૂપ છોડી અનુભવરૂપ થાય છે. જઘન્યજ્ઞાનીનું સમ્યક્ત્વાચરણ ધારાપ્રવાહી પરિણામે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com