________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩૪
આત્માવલોકન જાણતાં જ અટકી ગયા ત્યારે તે ઉપયોગપરિણામને મનસંજ્ઞા ન રહી, તે પરિણામ ત્યારે મનસંજ્ઞાથી અતીત થાય છે. એ રીતે એ બન્ને ઉપયોગપરિણામ ઇન્દ્રિયાતીત અને મનાતીત થયા, અને તે ઉપયોગપરિણામ પોતે જ એક સર્વ ચિત્તડુરૂપ પોતાપોતાને જ વ્યાપ્યવ્યાપકરૂપે પ્રત્યક્ષ દેખવા લાગ્યો, જાણવા લાગ્યો, અને તે મનઇન્દ્રિયભાવથી શૂન્ય થઈ ગયો. વળી મન-ઇન્દ્રિયસંજ્ઞાધારી ઉપયોગ દશાના બલને સાધતો મન-ઇન્દ્રિયસંજ્ઞાધારી જે અશુદ્ધ ચારિત્રના ચપલ પરિણામ હુતા તે ચારિત્રના પરિણામ ત્યારે જ તે કાલે ખરેખર પરાવલંબનથી અને ચપળતાથી અટકી ગયા. ત્યારે તે ચારિત્રપરિણામોને મન-ઇન્દ્રિયસંજ્ઞા ન રહી, ત્યારે ચારિત્રપરિણામને મનઇન્દ્રિયસંજ્ઞાતીત કહેવામાં આવે છે. વળી તે ચારિત્રપરિણામ નિજઉપયોગમય ચિત્રસ્તુમાં દેખીને સ્થિરીભૂત શુદ્ધ વીતરાગમગ્નરૂપ પ્રવર્તે છે; અને તે જ ચારિત્રપરિણામજન્ય નિજસ્વાદ ઊપજે છે.
એ રીતે જ્યારે સમ્યગ્દષ્ટિનાં જ્ઞાનદર્શનચારિત્રસહિત પરિણામ નિજ ચિત્રસ્તુને જ વ્યાપ્યવ્યાપકરૂપ દેખતાં-જાણતાં રહે, નિજ વ્યાપ્યવ્યાપક સ્વાદ લે, તે સ્વસ્વાદદશાનું નામ સ્વાનુભવ કહેવામાં આવે છે. તો એ રીતે સ્વાનુભવ થાય ત્યારે છાસ્થ જીવનાં દર્શનજ્ઞાનાદિ પરિણામોને નિર્વિકલ્પ સમ્યકતા ઊપજે છે તે જઘન્યજ્ઞાની સમ્યગ્દષ્ટિની નિર્વિકલ્પ ઉપયોગસમ્યકતા જાણવી. તે કાળે અહીં સંવેદનનો આ અર્થ જાણવો – સ્વ કહેતા હું-સ્વયંજ્ઞાન, સં કહેતા સાક્ષાત્ પ્રત્યક્ષથી, વેદન કહેતા આ વસ્તુમાં વ્યાપ્યવ્યાપકરૂપ જાણવું.
ભાવાર્થ - સમ્યગ્દષ્ટિ થતાં તે જીવદ્રવ્યમાં જે જ્ઞાનગુણની શક્તિ સાક્ષાત્ પ્રત્યક્ષ થઈ આ રીતે પ્રવર્તી કે-આ સ્થાનકમાં આ હું જ્ઞાન, આ આત્મવસ્તુ પ્રમાણ તાદામ્ય વ્યાપ્યવ્યાપકરૂપ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com