________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અનુભવ વિવરણ
૧૩૩ કહેવામાં આવે છે. તે આચરણજન્ય જે સ્વાદ તે સ્વાદને પણ મનસંજ્ઞાથી કહેવામાં આવે છે. એવી રીતે જે મન-ઇન્દ્રિય સંજ્ઞાધારી આચરણ અને સ્વાદપરિણામ તે તે સમ્યગ્દષ્ટિના તે મન-ઇન્દ્રિય સંજ્ઞાધારી સમ્યઉપયોગપરિણામની સાથે છે. પરંતુ તે મ્યગ્દષ્ટિના મન-ઇન્દ્રિયસંજ્ઞાધારી અશુદ્ધ ચારિત્રપરિણામથી બંધ, આશ્રવ, થતાં નથી. તે ગુણ કોનો છે? (તે કોની વિશેષતા છે?)
તે સમ્યગ્દષ્ટિના તે મન-ઈન્દ્રિયસંજ્ઞાધારી અશુદ્ર ચારિત્રપરિણામને સાધતા ઉપયોગનાજ પરિણામ સવિકલ્પરૂપ સમ્યકજ છે. તેથી તે મન-ઇન્દ્રિયસંજ્ઞાધારી ચારિત્રના અશુદ્ધ પરિણામોથી બંધ આશ્રવ થઈ શકતાં નથી. તે ઉપયોગના સભ્ય પરિણામો એ તે બંધ-આશ્રવને, અશુદ્ધ ચારિત્રપરિણામની અંધશક્તિને રોકી દીધી છે “તેથી સમ્યગ્દષ્ટિ બુદ્ધિપૂર્વક આચરણ વડે નિબંધ, નિરાશ્રવ થયો છે.” એવી રીતે સમ્યગ્દષ્ટિના મનઈન્દ્રિયસંજ્ઞાધારી સમ્યગઉપયોગપરિણામ અને મનઇન્દ્રિયસંજ્ઞાધારી અશુદ્ધ ચારિત્રપરિણામ એ બન્ને પરિણામનો જે પ્રવાહ છે તે સમ્યગ્દષ્ટિને ચાલતો રહે છે. તો હવે તેમની નિર્વિકલ્પદશા થતી દર્શાવું છું –
તે સમ્યગ્દષ્ટિના મન-ઇન્દ્રિયસંજ્ઞાધારી જે ઉપયોગપરિણામ તે ઉપયોગપરિણામોમાંથી જે પરિણામોએ એક બાહ્ય પરવર્ણાદિકને ખંડ ખંડ દેખતાં-જાણતાં ઇન્દ્રિયસંજ્ઞાધારી હતી તે ઉપયોગ પરિણામ વળી જ્યારે તે વર્ણાદિકોને જાણતાં તો અટકી ગયા ત્યારે તે પરિણામોને ઇન્દ્રિયસંજ્ઞા ન રહી. તે પરિણામો ઈન્દ્રિયસંજ્ઞાથી અતીત થયા અને જે ઉપયોગપરિણામોએ વિકલ્પને દેખતાં-જાણતાં મનસંજ્ઞાધારી હતી તે ઉપયોગપરિણામ પણ જ્યારે તે વખતે જ તે વિકલ્પને દેખતાં જ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com