________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩૦
આત્માવલોકન જ્ઞાનગુણના મતિપર્યાયરૂપને જાણે ત્યારે જ્ઞાનના અન્ય મનપર્યાયોને ન જાણે. જ્યારે સ્વવસ્તુને જાણે ત્યારે પરવસ્તુને ન જાણે. વળી એ રીતે જ્યારે પુગલદ્રવ્યત્વને જાણે ત્યારે પુગલગુણને ન જાણે. જ્યારે વર્ણગુણના રૂપને જાણે ત્યારે રસાદિ ગુણના રૂપને ન જાણે. જ્યારે રસગુણને જાણે ત્યારે વર્ણાદિ ગુણને ન જાણે. વળી જ્યારે મિષ્ટ રસને જાણે ત્યારે અન્ય રસને ન જાણે. આથી બધાનું તાત્પર્ય આ છે કે જઘન્યજ્ઞાન જે તરફ જે ભાવપ્રતિ જોડાય તે કાળે તેને-એટલામાત્ર એક શયભાવને-જાણે. તેનું બીજા ભાવ પ્રતિ જ્યારે જોડાવાનું થાય ત્યારે જ તો જાણે; તે જ્ઞય પ્રતિ જોડાયા વિના ન જાણે.
પરંતુ એક બીજી વાત છે-મિથ્યાત્વીને પણ આ રીતે જ જઘન્યતાથી જ જાણવું થાય છે અને સમ્યગ્દષ્ટિને આ રીતે જ જાન્યજ્ઞાનથી જ જાણવું થાય છે. પરંતુ “ભેદ આટલો કે મિથ્યાત્વી તો જેટલોય ભાવ જાણે તેટલોય અયથાર્થ (મિથ્યા) રૂપ, અજાતિભેદરૂપ સાધે; અને સમ્યગ્દષ્ટિ તે જ ભાવને જાણે તેટલા બધામાં યથાર્થરૂપ જાતિભેદરૂપ સાધે.” એવી રીતે જઘન્યજ્ઞાન જોડાવારૂપમાં આટલો ભેદ છે. એ ઉપરાંત વળી કેવું છે?
જઘન્યજ્ઞાન જ્યારે ગેય પ્રતિ જાણવારૂપે જોડાય ત્યારે તે શેયને ક્રમથી જાણવારૂપે પ્રવર્તે છે. તે શેયને પહેલાં થોડુંક સાધે, પછી તેનાથી તેને થોડુંક અધિક સાધે છે, પછી તેનાથી (વધારે) અધિક સાધે છે, એ રીતે તે એક શેયને કેટલાક કાળમાં સંપૂર્ણ સાધે છે એ રીતે જઘન્યજ્ઞાન કમવર્તી છે. અથવા એક જ્ઞયને એક કાળે જાણે, પછી બીજા કાળે બીજા શેયને જાણે એવી રીતે (તે) ક્રમવર્તી જાણવું. વળી એ જઘન્યજ્ઞાન કયું છે?
Please inform us of any errors on rajesh@AtmaDharma.com