________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અનુભવ વિવરણ
૧૨૯ વળી આ સમ્યકતા (સમ્યગ્રુપતા) સવિકલ્પ નિર્વિકલ્પ રૂપથી બે પ્રકારે છે- (૧) જાન્યજ્ઞાની જ્યારે તે પરૉયને પરરૂપપણે અવ્યાપક જાણે, સ્વને જાણવારૂપે વ્યાપક જાણે, તે તો વિકલ્પ સમ્યકતા (૨) વળી પોત પોતાનેજ જાણવારૂપે વ્યાપ્યવ્યાપક જાણ્યા કરે તે નિર્વિકલ્પ સમ્યકતા. વળી યુગપત એક જ વારે (-સ્થાને-) એકજ સમયે સ્વને સર્વસ્વ રીતે સ્વ સમજે, સર્વ પરયોને સર્વથા પરરૂપે સમજે ત્યાં ચારિત્ર પરમશુદ્ધરૂપ છે તે સમ્યકતાને પરમસર્વથા-સમ્યકતા કહેવામાં આવે છે. તે કેવલદર્શનકેવલજ્ઞાનરૂપ પર્યાયમાં હોય છે. તો આ મતિકૃતિ આદિની જાણનદષ્ટિ યુગપત શા કારણે નથી? તેનું કારણ શું? તું તેનું કારણ સાંભળ :
હે સંત, આ જે મતિધૃતિ આદિ જ્ઞાન છે તે પ્રયુજનારૂપ છે (જોડાવારૂપ છે) જે તરફ જે શેયપ્રતિ-પ્રયુંજે (ઉપયોગ જોડાય) ત્યારે તે કાળે તે સ્વજ્ઞયને કે પરશેયને કાકગોલક ન્યાયથી અથવા યુગલનેત્રદષ્ટિન્યાયથી જાણે. વળી તે વિષે પણ વિવરણ – સ્વજ્ઞય અથવા પરજ્ઞયમાં જોડાતાં થકાં જ તે એક અંગના ભેદને જાણે, વળી ત્યાંથી છૂટી અન્ય શેયભાવ પ્રતિ જોડાય ત્યારે તેને જાણે. તેના ઉદાહરણોઃ- જ્યારે જીવ, દ્રવ્યત્વ જાણવામાં જોડાય ત્યારે દ્રવ્યત્વસામાન્યને જ જાણે. વળી જ્યારે ઉત્પાદવ્યયધ્રૌવ્ય ભેદોને જાણવામાં જોડાય ત્યારે તે ભેદરૂપને જ જાણે. વળી તે ભેદોમાં પણ
જ્યારે એક ઉત્પાદભાવને જાણે ત્યારે વ્યયધ્રૌવ્યના ભેદભાવોને ન જાણે. ત્યારે ગુણરૂપને જાણે ત્યારે દ્રવ્યરૂપને ન જાણે. જ્યારે પર્યાયરૂપને જાણે જયારે ગુણને ન જાણે. જ્યારે જ્ઞાનનું રૂપ જાણે ત્યારે ચેતનાવસ્તુત્વને ન જાણે. જ્યારે ચેતનાવસ્તુત્વને જાણે ત્યારે જ્ઞાનગુણને ન જાણે. વળી જ્યારે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com