________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અથ અનુભવ વિવ૨ણ
૧૨૭
આ પૌલિક કર્મથી પાંચ ઇન્દ્રિય અને છઠ્ઠા મનરૂપે સંજ્ઞા દેહ બન્યો, તે દેહમાં તે પ્રમાણમાં જે જીવદ્રવ્ય રહ્યું તે જીવદ્રવ્ય પણ ઇન્દ્રિયમનની સંજ્ઞા પામે. તેમના નામ ભાવ ઇન્દ્રિય, ભાવમન છે. વળી ત્યાં ઉપયોગપરિણામના છ પ્રકારે પણ ભેદ પડયા છે. તે એક ઉપયોગપરિણામભેદ પુદ્ગલના સ્પર્શગુણને દેખે-જાણે, વળી એક ઉપયોગપરિણામભેદ પુદ્દગલના ૨સગુણને દેખે-જાણે, વળી એક ઉપયોગપરિણામભેદ પુદ્ગલના ગંધગુણને દેખે-જાણે, વળી એક ઉપયોગપરિણામભેદ પુદ્દગલના રંગગુણને દેખે-જાણે, વળી એક ઉપયોગપરિણામભેદ પૌદ્ગલિક શબ્દસ્કંધને દેખે-જાણે, વળી એક ઉપયોગપરિણામભેદ અતીત-અનાગત-વર્તમાન સંબંધી મૂર્તિક અમૂર્તિકના સ્મરણાદિ વિકલ્પરૂપ ચિંતાને-વિચા૨ને-દેખે-જાણે; એ રીતે ઉપયોગપરિણામભેદ થઈ રહ્યા છે. વળી જે પુદ્દગલના સ્પર્શ, રસ, ગંધ, વર્ણ શબ્દરૂપ એક એક જ્ઞેય પ્રત્યે દેખવા-જાણવાનો એક એક ઉપયોગપરિણામ ભેદ તે ઉપયોગપરિણામભેદ રાજાઇન્દ્રના ( ?) ઉપયોગના ભેદ છે. તેથી તે ઉપયોગપરિણામભેદ ને આ ભાવથી ઇન્દ્રિયસંજ્ઞાથી કહેવામાં આવે છે. વળી ઉપયોગપરિણામ વિકલ્પ, વિચાર, મનન, ચિતારૂપ થાય છે, તે થતાં તે ઉપયોગપરિણામભેદને મનસંજ્ઞાથી કહ્યા. વળી હવે એમને એક ‘જ્ઞાનનું' નામ આપીને કથન કરું છું, તે ‘ જ્ઞાન ’કહેવાથી તેમાં દર્શનાદિ સર્વ ગુણો આવી ગયા, તેથી જ્ઞાનનું કથન કરું છું :
-
Please inform us of any errors on rajesh@AtmaDharma.com