________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સંસારકર્તુત્વ અધિકાર ૧૨૫ એક અહીં દષ્ટાંત જાણવું-જેમકે એક મહાવર (લાખમાંથી બનેલા લાલ રંગ) મહાવર છે. તે પોતે લાલ પરિણામમય ઊપજ્યો છે. તેથી તે મહાવર લાલ પરિણામમયનો કર્તા છે તથા (તેવીરીતે) પુદ્ગલદ્રવ્ય પરિણામમય સંસારનો કર્તા છે. વળી તે મહાવરનું નિમિત્ત પામીને સ્ફટિકશિલામાં વિકારની લાલી થઈ તે લાલીભાવનો કર્તા પ્રત્યક્ષ તે શિલામાં તે શિલાનો સ્વચ્છ પરિણામ છે, તે
સ્ફટિકદ્રવ્ય નથી, તે લાલીના પરિણામ કરવાનો અકર્તા છે. વળી જો તે પરિણામ વડ લાલીને કરે તો તે લાલી તે સ્ફટિકની તે સ્વચ્છતાની જેવી થઈ જાય ત્યાં તે લાલી તે સ્ફટિકનો ગુણ થાય,
જ્યારે ગુણ થયો ત્યારે જાય નહિ ( ટળે નહિ) તેનું વિકારરૂપ ન ઠરે (તે વિકારી નહિ ઠરે) ત્યારે એ રીતે અનર્થ ઊપજે. તેથી આમ પ્રત્યક્ષ છે કે-સ્ફટિકદ્રવ્ય લાલીનો કર્તા નથી, નિશ્ચયથી તેના સ્વચ્છતાના પરિણામ કર્યા છે. પરંતુ વ્યવહારથી સ્ફટિકને લાલીનો કર્તા કહેવામાં આવે છે. કારણ કે તે સ્વચ્છતા તેની છે (સ્ફટિકની છે ). એવી રીતે જીવના સંબંધમાં જાણવું.
ફેર આટલો જ છે કે સ્વચ્છતાના પરિણામના સ્થાને ચેતન પરિણામ લેવા અને સ્ફટિકદ્રવ્યના સ્થાને જીવદ્રવ્ય લેવું. એવી રીતે આ જીવ પરિણામ વડેજ સંસારભાવનો કર્તા થાય છે તેથી એને ભાવસંસાર જાણો,
મિત્ર, અહીં એક બીજી વાત જાણવી-પરિણામની અવસ્થા જે જે કાલે જેવી કેવી રીતે જીવની થાય છે તેવી તેવી તે અવસ્થા એક જીવદ્રવ્યની થાય છે. પરિણામની અવસ્થા વિના આ દ્રવ્યની અવસ્થા થવાનો રસ્તો નથી. તેથી પરિણામ વિના અન્ય અવસ્થા શી રીતે થાય ? બાહ્ય, અતર કે શુદ્ધાશુદ્ધ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com