________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સંસા૨કર્તૃત્વ અધિકાર
૧૨૩
તેથી હવે અહીં નિસંદેહ જાણો:- ગુણસ્થાન, માર્ગણાસ્થાન, કર્મ, જોગબંધ, કષાયબંધ, આશ્રવ, સંજમ, અસંજમ આદિ જેટલો જે વસ્તુઅંગ, પરિણામમય સંસાર છે તે સર્વને કેવલ પૌદ્ગલિક જાણો, ( પૌદ્દગલિક) દ્રવ્યમય જાણો. વળી ભાવસંસારના થવાની આવી વિધિ છે, તે તું સાંભળ.
આ જીવના ઉપયોગરૂપમય સ્વચ્છતાના જે પરિણામ છે તે પરિણામમાં દેખવા-જાણવાના સ્વભાવથી સર્વપજ્ઞેયદશ્યના આકાર થાય છે એવી સદાય ઉપયોગની વસ્તુસ્વભાવરીતિ છે તેથી નિશ્ચયથી આ એક જીવમાં ૫૨ પણ છે, અને સ્વ પણ છે ૫૨શેયરૂપ, પદશ્યરૂપ જ્ઞાનદર્શનના આકારથી જે કેવલ એક આકાર તે આકાર તો પર છે, અને ત્યાં જેટલું દેખવા જાણવારૂપ છે તેટલું તો સ્વ છે.
દેખો, નિશ્ચયથી સ્વ, પર આ જીવમાં છે, પ્રગટપણે આ જીવમાં છે. ઠીકરૂપ-સ્થિરૂપ આચરણગુણ તે આચરણગુણ કોઈ શૈયરૂપ પુદ્દગલસ્કંધના સંસારના નિમિત્તકાલથી કેવલ એક તે આકારોમાં જ પ્રવર્તે છે અને ક્યારેક કેવલજ્ઞાનદર્શનરૂપમાં પ્રવર્તે છે. વળી એક વાત છે કે જ્યારે આચરણગુણ તે એક (કેવલ, માત્ર ) આકારોમાં પ્રવર્તે છે તે કાલે તો જીવદ્રવ્ય અજ્ઞાન, દુ:ખાદિરૂપે અશુદ્ધ થાય છે વળી આચરણગુણ આકારને છોડીને જ્યારે એક કેવલજ્ઞાનદર્શનરૂપ પ્રવર્તે છે ત્યારે કેવલજ્ઞાન, સુખાદિની શુદ્ધતાથી જીવદ્રવ્ય શુદ્ધ થાય છે એવી આચરણની રીતિ છે.
તેથી હું ભવ્ય તું અહીં દેખ, આ આચરણગુણ જ્યારે તે એક આકારમાં જ પ્રવર્તો ત્યારે જીવને તે ૫૨ સ્વાંગરચના ઉપજીપરવિકાર ઊપજ્યો. એ રીતે જીવપરિણામ પોતાને પરભાવના
Please inform us of any errors on rajesh@AtmaDharma.com