________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨૨
આત્મઅવલોકન વળી જો આમ કહેવામાં આવે કે “તે અસલ ચંદ્રાદિ જલાદિમાં પ્રવેશ કરીને વસી રહે છે, તો ખરેખર તે આ જલાદિમાં પરમાણુમાત્ર પણ ( જરીક પણ) પ્રવેશ કરીને વ્યાપતાં જોવામાં આવતાં નથી. વળી જો આમ કહેવામાં આવે કે “જલાદિ તે (અસલ) ચંદ્રાદિના નિમિત્ત વિના જ ચંદ્રાદિના વિકારરૂપે થાય છે તો તે આ ચંદ્રાદિ વિકારની સ્થિતિ તે (અસલ) ચંદ્રાદિના નિમિત્તની સ્થિતિને આધીન જોવામાં આવે છે. તેથી અહીં આમ પણ દેખવામાં આવે છે કે જો અસલ ચંદ્રાદિ ક્યારેક નાશ પામે તો તેનો નાશ થતાં આ તરફ પણ કાંઈ વસ્તુ રહી જતી દેખવામાં આવતી નથી, તેમનો (અસલ ચંદ્રાદિનો) નાશ તે વસ્તુનો જ નાશ છે, તેથી તો-આમ નિર્ણય કરવાથી તો-આમ સિદ્ધ થયું કે અસલ ચંદ્રાદિ વસ્તુઅંગ છે, પરિણામમય છે, તે વસ્તુ જ છે અને જલાદિના વિકારરૂપ ચંદ્રાદિનો નાશ થતાં જલાદિની સ્વચ્છતા પરિણામ પ્રત્યક્ષ રહી જાય છે તેથી આમ પ્રત્યક્ષ છે કે-જલાદિની સ્વચ્છતા વસ્તુ છે. પરંતુ તે (અસલ) ચંદ્રાદિરૂપના અનુસારે જલાદિના સ્વચ્છતાના પરિણામે પોતાને ચંદ્રાદિના સ્વાંગરૂપે બનાવી લીધો છે, સ્વચ્છતાના તે પરિણામે, વસ્તુમય (અસલ ) તે ચંદ્રાદિના રૂપે જ કૂટ (સ્વાંગ) કર્યો છે. પણ આ કૂટની કરનારી સ્વચ્છતા વસ્તુઅંગ છે પરિણામમય છે. અને તે સ્વચ્છતાના પરિણામની ચંદ્રાદિરૂપ કૂટ, તે કૂટભાવ છે-સ્વાંગભાવ છે પણ કોઈ કૂટ પરિણામ નથી (મૂળ વસ્તુ નથી), કૂટ જે છે તે પરિણામનો સ્વાંગ છે એથી તો-આમ નિર્ણય કરવાથી તો આમ સિદ્ધ થયું કે જલાદિ સ્વચ્છતાના પરિણામમાં જે ચંદ્રાદિસ્વરૂપ બન્યું છે તે રૂપ અવસ્તુ છે, અપરિણામ છે. હે ભવ્ય, નિર્ણય કરવાથી તો જેમ છે તેમ વાત આવી રહી (સિદ્ધ થઈ ) તે તે દેખ્યું.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com