________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨૦
આત્માવલોકન અશુદ્ધ દેખતાં જ, જાણતાં જ તારી પોતાની નિન્જાતિની વાનગીનું દેખવું, જાણવું, રહેવું, આસ્વાદવું, તને થશે. વળી ત્યારે જ તે જ પરિણામોરૂપે પરિણમવાથી તારા અશુદ્ધ પરભાવ હેય-નાશ-થાય છે. તે સ્વભાવ વાનગી તે જ કે, આમય જ કે, “દેખવું જ, જાણવું જ. એ દેખવાથી, એ જાણવાથી પોતાને કે, “દેખવા-જાણવારૂપે દેખ્યો-જાણ્યો અને તે દેખવા-જાણવામાં વિશ્રામ-આરામ પામે, સ્વાદ ભોગવે તે જીવના જે નિજસ્વભાવરૂપ કેટલાક જીવપરિણામોનો લખાવ (જાણપણું, ભાન, અનુભવ) થાય છે તે જ જીવસ્વરૂપ સ્વભાવ વાનગી (છે).
હે મિત્ર, આ બધાનું તાત્પર્ય આટલું જ છે કે જ્યાં પોતાનું અશુદ્ધ દ્રવ્ય પોતારૂપે ભિન્ન દેખ્યું ત્યાં નિજસ્વભાવના સ્વાદનો ઉદ્યોત જરૂર છે જ. એવી રીતે થતાં તું જ જાણીશ અને અશુદ્ધપણાનો નાશ કરવા માટે તું જ ઉધત (તત્પર) થઈશ, તો તું આવી રીતે સદા નિહાળ્યા કર.
इति अमुर्ति कचेतनभावसंसारस्य व्याप्यव्यापकैक
जीव तदधिकारः। (એ પ્રમાણે અમૂર્તિક ચેતનભાવસંસારમાં એક
જીવ જ વ્યાપ્યવ્યાપક છે તેનો અધિકાર).
Please inform us of any errors on rajesh@AtmaDharma.com