________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અમુર્તિકચેતનભાવ અધિકાર
૧૧૯ નાટક સાથે કાંઈ પણ સંબંધ દેખતો નથી કારણ કે જો કાંઈ સંબંધ હોય તો જ્ઞાની દેખે, જો હોય નહિ તો જ્ઞાની એવી રીતે દેખે? ( અર્થાત્ ન દેખે) ” વળી તે પૌલિક નાટકમાં કર્મપ્રકૃત્તિના આવવાજવાના ફેરથી (ભેદથી) મુખ્ય ચૌદ અખાડા સ્થાનક બન્યા છે, ત્યાં આ જીવના આ વિપરીત અશુદ્ધ પરભાવનું જેવું જેવું ઘટવું વધવું થાય છે તેવી રીતે મુખ્ય ચૌદ ભેદ થાય છે. તો એ રીતે જ્ઞાની જીવના ચૌદ અમૂર્તિક ચેતનભેદને જુદા જુદા દેખે છે, પુદ્ગલ સાથે કાંઈ પણ સંબંધ દેખતો નથી. આવી રીતે જીવનું અશુદ્ધ પરભાવરૂપ નાટક જાદુ જ થતું દેખે છે. કારણ કે જીવદ્રવ્ય અશુદ્ધરૂપ પ્રવર્યું ત્યારે તે અશુદ્ધ ભાવથી જ વ્યાપ્યવ્યાપક પોતે જ થઈ રહ્યો છે, ત્રણકાલમાં અન્યદ્રવ્યને તે સ્પર્શતો પણ નથી. આવી દ્રવ્યની અનાદિ-અનંત મર્યાદા બંધાયેલી (બનેલી) છે. “અથવા દ્રવ્ય શુદ્ધરૂપ પરિણમો કે અશુદ્ધરૂપ પરિણામો પણ તે અન્ય દ્રવ્યને કોઈ પણ રીતે ન સ્પર્શે. તેવું જ જ્ઞાન થતાં જ્ઞાની દેખે -જાણે છે કે આ આમ જ છે.”
હે મિત્ર, તું પણ એવી દષ્ટિ કરીને નિહાળવાનું કર. અન્ય લોક, સ્વાંગ, સ્કંધરૂપ પરશેયદ્રવ્યનો દોષ ન દેખો, ન જાણો કે પરશેયની સન્નિધિ (નિકટતા) નિમિત્તમાત્ર દેખી-કરીને મારું દ્રવ્ય આણે મેલું કર્યું; આવી રીતે આ જીવ પોતે જુઠો ભ્રમ કરે છે. પણ તે પરશેયને તું કદી પણ સ્પર્ધો જ નથી. છતાં તું તેનો દોષ દેખે-જાણે છે તે તારી આ હરામજાદગી (દુષ્ટતા, બદમાશી) છે. આવી રીતે એક તું જ જુઠો છો, તેનો કોઈ દોષ નથી તે સદા સાચું છે.”
તેથી હે મિત્ર, અમૂર્તિક સંસાર નાટકરૂપે તું જ નાચે છે, એમજ તું પોતાને દેખ-જાણ વળી એવી રીતે તેને પોતાને
Please inform us of any errors on rajesh@AtmaDharma.com