________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧૮
આત્માવલોકન તેવું રહ્યું નહિ. એવી રીતે અનુલઘુગુણના વિપરીતપણાના ભાવથી જીવનો અમૂર્તિકગોત્રસ્વાંગ થાય છે.
(અંતરાય:-) વળી તે પૌદ્ગલિક અખાડામાં જે પૌદ્ગલિક મનવચનકાયાદિ તેમનું સ્કૂરણ-વ્યાપાર-પ્રર્વતવું--સંપૂર્ણ ન થાય, અધુરું ખંડિત થાય છે, વિપ્ન આવે છે. તે વિજ્ઞભાવને પૌદ્ગલિક અંતરાયકર્મનો સ્વાંગ કહેવામાં આવે છે ત્યારે જો કે જીવદ્રવ્યમાં આ જીવના ગુણોનો નિન્જાતિરૂપ સકલ સ્વભાવ શક્તિરૂપે અવ્યક્ત થઈ રહ્યો છે પરંતુ તે ગુણસકલસ્વભાવને જીવદ્રવ્ય પોતાના પરિણામરૂપ વ્યક્તતા પ્રવાહમાં દિવા સમર્થ થઈ શકતો નથી. વળી આ જીવદ્રવ્ય પગુણહાનિવૃદ્ધિથી એક ક્ષણ પણ સ્થાયી શુદ્ધસ્વરૂપરૂપ પર્યાયપરિણામથી નિજસ્વભાવસુખ * ભોગવવા સમર્થ થઈ શકે નહિ વળી આ જીવદ્રવ્ય નિન્જાતિસ્વભાવના એક અદ્વિતીય સ્વાદને લઈ લઈ સર્વ ઉત્પાદ પરિણામોની પરંપરાથી વારંવાર ઉપભોગ કરવા સમર્થ થઈ શકે નહિ; વળી આ જીવદ્રવ્યનો સ્વાદભાવ ભાવશક્તિરૂપે અવ્યક્ત થઈ રહ્યો છે, જીવદ્રવ્યના પરિણામ તે સ્વભાવના *લાભનેપ્રાપ્તિને પામી શકતો નથી (જીવદ્રવ્યના પરિણામ તે સ્વભાવનો લાભ પ્રાપ્ત કરી શકતો નથી).
વળી આ જીવદ્રવ્યના નિન્જાતિરૂપ સકલ સ્વભાવને સર્વથારૂપે રૃરવામાં પ્રગટાવવામાં તે ભાવ રહેવામાં બલપ-વીર્યગુણ (સમર્થ) થઈ શક્તો નથી. એવી રીતે જીવનો ઉદ્યમ–બલ-વીર્યગુણ નિર્બલ થઈને વિપરીત ભાવરૂપ પરિણમ્યો છે, તેને (જીવન) અમૂર્તિક ચેતન-અંતરાય સ્વાંગ નીપજે છે.
હે ભવ્ય, તું દેખ, આવી રીતે આઠ પ્રકારે જે અમૂર્તિક ચેતનનાટક થાય છે તેને જ્ઞાની દેખે જાણે છે, “તે પૌગલિક
૧ દાનગુણ, ૨ ભોગગુણ, ૩ ઉપભોગગુણ, ૪ લાભગુણ, ૫ વીર્યગુણ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com